________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહારનયના પક્ષનું સૂક્ષ્મ સ્વરૂપ
૯૧
પરનું લક્ષ છે. પર લક્ષ તે ધર્મનું કારણ નથી. જે જીવ નિમિત્તથી રોકાણો છે પણ નિમિત્ત તરફથી ઊપડીને હુજી સ્વભાવ તરફ વળ્યો નથી તેને નિશ્ચયસમ્યગ્દર્શન નથી.
આચારાંગવગેરે સાચાં શાસ્ત્રો, જીવ-અજીવાદિ નવ તત્ત્વોનું સ્વરૂપ અને એકેન્દ્રિયાદિ જીવ-નિકાયનું પ્રતિપાદન વીતરાગ જિનશાસન સિવાય અન્ય કોઈમાં તો છે જ નહિ, પરંતુ વીતરાગ જિનશાસનમાં કહ્યા પ્રમાણે શાસ્ત્રોનું સાચું જ્ઞાન કરે, જીવાદિ નવ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા કરે અને ઇ જીવ નિકાયને માનીને તેની દયા પાળે તે પણ પુણ્યનું કારણ છે અને તેને વ્યવહાર દર્શન જ્ઞાન-ચારિત્રપણું (જે જીવ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ કરશે તેને માટે ) કહેવાય છે; પણ પરમાર્થદષ્ટિ તેને દર્શન-જ્ઞાનચારિત્ર તરીકે સ્વીકારતી નથી. કેમકે જિનશાસનના વ્યવહાર સુધી આવવું તે ધર્મ નથી, પણ જો નિશ્ચય આત્મસ્વભાવ તરફ ઢળીને તે વ્યવહારનો નિષેધ કરે તો ધર્મ છે. આ રીતે નિશ્ચયનય વ્યવહારનો નિષેધ કરે છે.
આ વ્યાખ્યાનમાં અજ્ઞાનીને વ્યવહારની સૂક્ષ્મ પકડ ક્યાં રહી જાય છે તથા નિશ્ચયનયનો આશ્રય કેમ થાય તે બતાવ્યું અર્થાત્ મિથ્યાદષ્ટિ જીવોને મિથ્યાત્વ કેમ રહી જાય છે તથા સમ્યગ્દર્શન કેમ પ્રગટે તે બતાવ્યું.
વળી, આ વિષયને લગતું કથન મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ આવે છે, તે નીચે મુજબ છે:- (કા. સુ. ૯ ચર્ચા)
. સત્ય જાણે છતાં તે વડે પોતાનું અયથાર્થ પ્રયોજન જ સાધે છે તેથી તેને સમ્યજ્ઞાન કહેતાં નથી.” (૮૯ પૃષ્ઠ)
જ્ઞાનના ક્ષયોપશમમાં નિશ્ચય-વ્યવહાર બંનેનો ખ્યાલ આવે છે છતાં જોર નિશ્ચય તરફ ઢાળવું જોઈએ તેને બદલે વ્યવહાર તરફ ઢાળે છે, એટલે વ્યવહારનો પક્ષ રહી જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com