________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
--------
—
—
—
—
—
—
–
છે. જે વ્યવહારનો નિશ્ચયનય નિષેધ કરે છે તે વ્યહાર કયો? કુદેવાદિની માન્યતારૂપ જે જ્ઞાન તે તો મિથ્યાત્વ પોષક છે. તેનો તો નિષેધ છે જ. કેમ કે તેમાં તો વ્યવહારપણું પણ નથી...... કુદેવાદિની માન્યતા છોડીને અને સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રોએ જે કહ્યું તેનો જ્ઞાનનો વ્યવહાર કહ્યો છે અને તે જ્ઞાન પણ નિશ્ચય સમ્યગ્દર્શનનું મૂળ કારણ નથી, તેથી નિશ્ચય સ્વભાવના જોરે તે વ્યહારનો નિષેધ છે. ગૃહીત મિથ્યાત્વ હોય તેની તો આ વાત જ નથી પણ અહીં તો અગૃહીત સૂક્ષ્મ મિથ્યાત્વ દશામાં જે વ્યવહાર છે તેનો નિષેધ છે. સાચા દેવ ગુરુ-શાસ્ત્ર સિવાય બીજા કોઈ કુદેવાદિને સાચાપણે જે માને તે જ્ઞાન તો વ્યવહારથી જ દૂર છે. જે નિમિત્તો તરફથી વૃત્તિને ઉઠાવીને સ્વભાવમાં ઢળવું છે તે નિમિત્તો શું છે તેનો જેને વિવેક નથી તેને તો સ્વભાવનો વિવેક હોય જ નહિ, અને જેને સાચાં નિમિત્ત તરફ વલણ થાય તેને સ્વભાવનો વિવેક થાય જ એવો પણ નિયમ નથી. પણ જે નિશ્ચય સ્વભાવનો આશ્રય કરે તેને તો સમ્યગ્દર્શન થાય જ એવો નિયમ છે. તેથી જ નિશ્ચયનયથી વ્યવહારનયનો નિષેધ છે.
શાસ્ત્ર તરફનું વિકલ્પથી જ્ઞાન તે વ્યવહાર છે; તે જ્ઞાન તરફથી વીર્ય ખસેડીને સ્વભાવમાં વાળવાનું છે; સના નિમિત્ત તરફના ભાવે જેવાં પુણ્ય બંધાય છે તેવાં પુણ્ય અન્ય નિમિત્તોના વલણથી બંધાતાં નથી, એટલે લોકોત્તર પુણ્ય પણ સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રના વિકલ્પથી છે. પરંતુ તે જ્ઞાન હુજી પર તરફના વલણવાળું છે. નિશ્ચય સ્વભાવ તરફના વલણવાળું નથી તેથી તેનો નિષેધ છે. જેમ ગાંડા મનુષ્યનું જ્ઞાન નિર્ણય વગરનું હોવાથી તેનું માતાનું માતા તરીકેનું જાણપણું તે પણ ખોટું છે, તેમ અજ્ઞાનીનું સ્વભાવ તરફના નિર્ણય વગરનું જ્ઞાન દોષિત જ છે.
સર્વજ્ઞ ભગવાને કહેલા કથન તરફનું વલણ તે પણ વ્યવહાર તરફનું વલણ છે. વીતરાગ શાસનમાં કહેલાં જીવાદિ નવ તત્ત્વોની વિકલ્પથી સાચી શ્રદ્ધા તે પુણ્યનું કારણ છે. કેમકે તેમાં ભેદનું અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com