________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહારનયના પક્ષનું સૂક્ષ્મ સ્વરૂપ
૮૩
જીવને સત્ય, બ્રહ્મચર્ય, અહિંસા, વગેરે શુભ રાગરૂપ વ્યવહારનો પક્ષ છે વર્તમાન પુરતા ભાવનો આગ્રહ છે તેને બદલે ત્રિકાળી તરફ વીર્યનું જોર દેવું જોઈએ, તો નિશ્ચયનો આશ્રય થાય, પરંતુ ત્રિકાળી તરફ વીર્યનું જોર નથી એટલે વીર્ય પર (પરાશ્રિત વ્યવહાર) માં જ અટકી જાય
છે.
બહારના ત્યાગ કે વર્તન ઉપર સમ્યગ્દર્શન નથી, પણ નિશ્ચય સ્વભાવના આશ્રયથી સમ્યગ્દર્શન છે, જીવ જો સ્વભાવ તરફની રુચિમાં વીર્યનું જોર નથી કરતો તો તેને વ્યવહા૨નો પક્ષ છૂટતો નથી અને સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન અંતરના સ્વભાવની ચીજ છે.
(
ત્રિકાળી અને વર્તમાન એ બંને પડખાંનો ખ્યાલ આવવા છતાં ત્રિકાળી સ્વભાવની રુચિ તરફ ઢળતો નથી પણ વર્તમાન પર્યાયની રુચિ તરફ ઢળે છે. “આ સ્વભાવ છે, આ સ્વભાવ છે.” એમ જો સ્વભાવની ચિ વલણ કરે તો વર્તમાન ઉપરનું જોર તરત જ છૂટી જાય; પણ ત્રિકાળી સ્વભાવને ‘આ છે' એમ રુચિમાં લેવાને બદલે વર્તમાન શુભરાગમાં ‘આ રાગ છે' એમ વર્તમાન ઉ૫૨ તેનું વજન ૨હે છે તેથી ત્રિકાળી એકલા જ્ઞાયક સ્વભાવમાં વીર્યનું વલણ અંતર પરિણમતું નથ એટલે નિશ્ચયનો આશ્રય થતો નથી અને વ્યવહારનો પક્ષ છૂટતો નથી. વ્યવહારનો પક્ષ તે મિથ્યાત્વ છે.
આત્માનું જે વીર્ય કાર્ય કરે છે તે તો અવસ્થારૂપ (વર્તમાન ) જ છે, પરંતુ તે વર્તમાન વીર્યને વર્તમાનના લક્ષ ઉપ૨ (અવસ્થા દૃષ્ટિમાં ) ટકાવે અને ત્રિકાળી અંતર સ્વભાવ તરફ વીર્યનું જોર ન કરે તો વિકલ્પ ટળે નહિ અને સમ્યગ્દર્શન થાય નહિ.
દરેક જીવને વર્તમાન અવસ્થામાં વીર્યનું કાર્ય તો થયા જ કરે છે, પણ તે વીર્યને સ્થાપવું છે ક્યાં તેનું ભાન નહિ હોવાથી જીવને વ્યવહા૨નો પક્ષ છૂટતો નથી. “હું એક જ્ઞાયકભાવ છું, વર્તમાન અવસ્થામાં જેટલો નથી પણ અધિક ત્રિકાળ સામર્થ્યનો પિંડ છું” આમ, પોતાના નિશ્ચયસ્વભાવની રુચિના જોરમાં વીર્યને સ્થાપવું જોઈએ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com