________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા -------
અજ્ઞાનીને વ્યવહારના પક્ષનો સૂક્ષ્મ અભિપ્રાય રહી જાય છે, તે કેવળીગમ્ય છે. છદ્મસ્થને તે કદાચ દષ્ટિગોચર નથી પણ હોતો. તે અભિપ્રાય કેવા પ્રકારે રહી જાય છે તે સંબંધી કથન ચાલે છે.
આત્મા તદ્દન જ્ઞાન સ્વભાવી, એકલો જ્ઞાયક, શાંત સ્વરૂપી છે. આવા સ્વભાવને જાણતાં છતાં તેમ જ રાગનો ખ્યાલ આવતાં છતાં સ્વભાવ-તરફ વીર્ય ઢળીને અંતરથી તે વાત બેસતી નથી એટલે વીર્ય બહારમાં અટકી જાય છે. બહિરમુખભાવ જેટલો હું નહિ એમ જો સ્વભાવમાં બેસે તો તેનું વીર્ય અધિક થઈને નિશ્ચયમાં ઢળે અને નિશ્ચયમાં વીર્ય ઢળ્યું તે જ વ્યવહારનો નિષેધ થઈ ગયો છે.
અભવ્ય જીવને તેમ જ બીજા મિથ્યાદષ્ટિ ભવ્ય જીવોને સ્વભાવનો ખ્યાલ આવવા છતાં તેઓને સ્વભાવનું માહામ્ય નથી જ આવતું. “ ખ્યાલમાં આવે છે” એનો અર્થ અહીં સમ્યજ્ઞાનમાં આવવાની વાત નથી પણ જ્ઞાનાવરણના ક્ષયોપશમના ઉઘાડમાં આ વાતનો ખ્યાલ આવે છે. અગિયાર અંગના જ્ઞાનમાં બધી વાત આવે કે આત્માનો સ્વભાવ ત્રિકાળ છે-રાગ ક્ષણિક છે. આમ ખ્યાલમાં આવે છે–પણ રુચિનું વીર્ય શુભ તરફથી ખસતું નથી. ઊંડે ઊંડે સ્વભાવની માહાભ્ય દશામાં વીર્ય વાળવું જોઈએ તે પોતે કરતો નથી તેથી વ્યવહારનો પક્ષ રહી જાય છે.
અહીં અભવ્યની વાત તો દષ્ટાંત તરીકે છે, પરંતુ બધા મિથ્યાષ્ટિ જીવો ક્યાંક વ્યવહારના પક્ષમાં અટકયા છે તેથી જ નિશ્ચય સમ્યગ્દર્શન તેમને નથી. જૈન સાધુ થઈને અને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને માનીને, તેઓ શું કહે છે તે ખ્યાલમાં પણ લીધું પરંતુ વર્તમાન પુરતા વલણથી (અવસ્થાના લક્ષમાં ટકીને) વીર્ય જોર કરે છે. તે વીર્યને વર્તમાનથી ખેસવીને ત્રિકાળી સ્વભાવ તરફના વલણના જોરમાં વાળતો નથી, વર્તમાન પર્યાયને વર્તમાન ઉપરથી ખસેડીને ત્રિકાળી તરફ વાળ્યા વગર સમ્યગ્દર્શન થતું નથી. માટે સર્વજ્ઞ ભગવાને સદાય નિશ્ચયના આશ્રયથી વ્યવહારનો નિષેધ કર્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com