________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૬૯
તો ફેર પડે કે ન પડે, પણ અંતરના નિર્ણયમાં ફેર પડી જાય. અજ્ઞાની જીવ નિયતવાદની વાતો કરે છે પણ જ્ઞાન અને પુરુષાર્થને સ્વભાવ તરફ વાળીને નિર્ણય કરતો નથી. નિયતવાદનો નિર્ણય કરવામાં જે જ્ઞાન અને પુરુષાર્થ આવે છે તેને જો જીવ ઓળખે તો સ્વભાવ આશ્રિત વીતરાગભાવ પ્રગટે, ને ૫૨થી ઉદાસ થઈ જાય. કેમકે સમ્યનિયતવાદનો નિર્ણય કર્યો એટલે પોતે બધાને માત્ર જ્ઞાનભાવે જાણનાર–દેખનાર રહ્યો, પણ ૫૨નો કે રાગનો કર્તા ન થયો.
સ્વ ચતુષ્ટયમાં પર ચતુષ્ટયની નાસ્તિ જ છે તો પછી તેમાં પર શું કરે ? ઉપાદાન-નિમિત્તનો યથાર્થ નિર્ણય આવી જાય છે, કર્તૃત્વભાવ ઊંડી જાય છે, અને વીતરાગીદષ્ટિપૂર્વક વીતરાગી સ્થિરતાની શરૂઆત થઈ જાય છે. અજ્ઞાનીઓ આ નિયતવાદને એકાંતવાદ ને ગૃહીતમિથ્યાત્વ કહે છે. પણ જ્ઞાનીઓ કહે છે કે, આ સમ્યનિયતવાદ તે જ અનેકાંતવાદ છે ને તેના નિર્ણયમાં જૈનદર્શનનો સાર આવી જાય છે, ને તે કેવળજ્ઞાનનું કારણ છે. ૫૭. કોઈ અકસ્માત છે જ નહિ.
પ્રશ્નઃ- સમ્યગ્દષ્ટિ અકસ્માત ભય હોતો નથી એનું શું કારણ ?
ઉત્તર:- કેમ કે સમ્યગ્દષ્ટિને યથાર્થ નિયતવાદનો નિર્ણય છે કે જગતના બધા પદાર્થોની અવસ્થા તેની લાયકાત પ્રમાણે જ થાય છે. ન થવાનું હોય એવું કાંઈ નવું બનતું જ નથી માટે કોઈ અકસ્માત છે જ નહિ. આવી નિઃશંક શ્રદ્ધાને લીધે સમ્યગ્દષ્ટિને અકસ્માતભય હોતો નથી. વસ્તુના પર્યાયો ક્રમસર જ થાય છે, એની અજ્ઞાનીને પ્રતીતિ નથી તેથી તેને અકસ્માત લાગે છે.
૫૮. નિમિત્ત કોનું ? અને ક્યારે ?
જો નિમિત્તનું યથાર્થ સ્વરૂપ સમજે તો નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે એ માન્યતા ટળી જાય. કેમ કે જ્યારે કાર્ય થયું ત્યારે તો ૫૨ને તેનું નિમિત્ત કહેવાયું છે, કાર્ય થયા પહેલાં તો તેનું નિમિત્ત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com