________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૪૯
સમજે તો ઉપાદાન નિમિત્ત સંબંધી બધા ગોટાળા પણ ટળી જાય. કેમ કે જે વસ્તુમાં જે સમયે જે પર્યાય થવાનો છે તે જ થાય છે. તો પછી ‘અમુક નિમિત્ત જોઈએ અથવા અમુક નિમિત્ત વગર ન થાય' એવી વાતને અવકાશ જ ક્યાં છે? સમ્યનિયતવાદનો નિર્ણય કરવામાં પુરુષાર્થ આવે છે. સાચી શ્રદ્ધા-જ્ઞાન કાર્ય કરે છે. સ્વભાવમાં બુદ્ધિ રોકાય છે છતાં તે બધાને જે જીવ નથી માનતો અને નિયતવાદની વાત કરે છે તે જીવને એકાંતી ગૃહીત મિથ્યાદષ્ટિ કહેવામાં આવ્યો છે. પણ જે જીવ નિયતવાદને માનીને પરના અને રાગના કર્તાપણાનો અભાવ કરે છે તથા જ્ઞાતાદ્રષ્ટાપણાનો સાક્ષીભાવ પ્રગટ કરે છે તે જીવ તો અનંત પુરુષાર્થી સમ્યગ્દષ્ટિ છે.
૨૨. કોણ કહે છે-સમ્યક્ નિયતવાદ તે ગૃહીત મિથ્યાત્વ છે. ?
સમ્યક્ નિયતવાદ તે ગૃહીતમિથ્યાત્વ નથી પણ વીતરાગતાનું કારણ છે. જેઓ આવા સમ્યનિયતવાદને એકાંત મિથ્યાત્વ કહે છે તેઓ આ વાતને યથાર્થ સમજ્યા તો નથી. પણ આ વાત તેમણે બરાબર સાંભળી પણ નથી. · બધા જ પદાર્થોમાં જેમ બનવાનું હોય તેમ જ બને' એ નિર્ણય કરતાં, એક પર્યાય ઉ૫રથી દષ્ટિ છૂટીને ત્રિકાળ તરફ દષ્ટિ લંબાણી અર્થાત્ દ્રવ્યદૃષ્ટિ થઈ, એટલે પ૨ને અને સ્વને વર્તમાન પર્યાય પુરતા જ ન માન્યા પણ કાયમના માન્યા. આત્માનો કાયમનો સ્વભાવ તો શુદ્ધ રાગ રહિત છે તેથી તે જીવ રાગનો અકર્તા થયો અને ૫૨૫દાર્થોને કાયમના માન્યા એટલે કે તે પદાર્થોમાં તેની ત્રણે કાળના પર્યાયની લાયકાત પડી છે, તે મુજબ જ તેની અવસ્થા સ્વતંત્રપણે થાય છે. આ રીતે સમ્યક્ નિયતવાદના નિર્ણયમાં સ્વતંત્રતાની પ્રતીત થઈ. પોતાની અવસ્થાનો આધાર દ્રવ્ય છે, ને દ્રવ્યસ્વભાવ તો શુદ્ધ છે એવી પ્રતીતિપુર્વક ‘જે બનવાનું હોય તે બને' એમ માને છે તે જીવ વીતરાગીદષ્ટિ છે. આ નિયતવાદ તો વીતરાગતાનું કારણ છે.
નિયતવાદના બે પ્રકાર છે: એક, સભ્યગ્નિયતવાદ ને બીજો, મિથ્યા નિયતવાદ. સમ્યગ્નિયતવાદ તો વીતરાગતાનું કારણ છે. એનું સ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com