________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
સમયના તેની પર્યાયની લાયકાતથી કાર્ય થાય છે. પર્યાયની લાયકાત તે ઉપાદાન કારણ છે અને તે વખતે તે કાર્ય માટે અનુકૂળતાનો આરોપ જેના ઉપર આવી શકે એવી લાયકાતવાળી બીજી ચીજ યોગ્ય ક્ષેત્રે હોય છે તેને નિમિત્ત કારણ કહેવાય છે, પણ તેના કારણે વસ્તુમાં કાંઈ થતું નથી. આવું ભિન્નતાનું યથાર્થ ભાન તે ભેદજ્ઞાન છે.
આત્મા તેમ જ દરેક પરમાણુનો પર્યાય સ્વતંત્ર છે. જીવને વાંચવાનો વિકલ્પ ઊઠયો માટે પુસ્તક હાથમાં આવ્યું નથી, અથવા તો પુસ્તક આવ્યું એમ માટે વિકલ્પ ઊઠયો એમ પણ નથી. તેમજ જ્ઞાન થવાનું હતું માટે વાંચવાનો વિકલ્પ ઊઠયો એમ નથી અને વાંચવાનો વિકલ્પ ઊઠ્યો માટે જ્ઞાન થયું એમ પણ નથી, પણ દરેક દ્રવ્ય તે વખતે સ્વતંત્રપણે પોતપોતાનું કાર્ય કર્યું છે. વીતરાગી ભેદવિજ્ઞાન એમ જણાવે છે કે, દરેક સમયે દરેક પર્યાય પોતાના સ્વતંત્ર ઉપાદાનથી જ કાર્ય કરે છે. ઉપાદાનનું કાર્ય નિમિત્ત આવે તો થાય એવું પરાધીન વસ્તુસ્વરૂપ નથી. પણ ઉપાદાનનું કાર્ય સ્વતંત્ર થાય છે ત્યારે નિમિત્ત તેની પોતાની લાયકાતથી હોય છે.
૧૩. સૂર્ય ઊગ્યો માટે છાયામાંથી તડકો થયો એ વાત ખોટી.
છાયામાંથી તડકો થવાની પરમાણુની અવસ્થામાં જે સમયે લાયકાત હોય તે જ સમયે તડકો થાય છે, અને તે સમયે સૂર્ય વગેરે નિમિત્ત તરીકે હોય છે. પણ સૂર્ય વગેરે નિમિત્ત તરીકે હોય છે. પણ સૂર્ય વગેરે નિમિત્ત આવ્યું માટે છાયામાંથી તડકો થયો એ વાત ખોટી છે. તેમજ છાયામાંથી તડકારૂપે અવસ્થા થવાની હતી માટે સૂર્ય વગેરેને આવવું પડયું એ વાત પણ ખોટી છે. સૂર્ય ઊગ્યો તે તેની તે વખતની લાયકાત છે, ને જે પરમાણુઓ છાયામાંથી તડકારૂપે થયા તેની તે સમયની તેવી લાયકાત છે.
૧૪. કેવળજ્ઞાન અને વર્ષભનારાચસંહનન બંનેની સ્વતંત્રા.
કેવળજ્ઞાન થાય ત્યારે વર્ષભનારાચસંહનન નિમિત્ત હોય છે. પણ તે વજર્ષભરનારાચસંહનન નિમિત્તરૂપે છે માટે કેવળજ્ઞાન થયું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com