________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા
૯૭
જ્ઞાનના
જ્ઞાનસ્વભાવના
સ્પર્શનઇન્દ્રિયથી જાણતો નથી, પરંતુ પોતાના સામાન્ય પરિણમનથી થતા વિશેષ જ્ઞાન વડે જાણે છે, પણ તે એમ માને છે કે ઇન્દ્રિયથી મને જ્ઞાન થયું. જ્યારે જીવને સામાન્ય અવલંબને (સામાન્ય તરફની એકાગ્રતાથી) વિશેષજ્ઞાન થાય છે ત્યારે તે સમ્યક્ મતિરૂપ થાય છે; તે મતિજ્ઞાનરૂપ અંશમાં, પરાવલંબન વગર, નિરાલંબી જ્ઞાનસ્વભાવની પુર્ણતાની પ્રત્યક્ષતા આવી જાય છે.
આત્માનો જ્ઞાન સ્વભાવ કોઈ સંયોગના કારણે નથી એવા સ્વાધીન જ્ઞાનસ્વભાવને ન જાણે તો ધર્મ થાય નહિ. ધર્મ ક્યાંય બહારમાં નથી, પણ પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવ તે જ ધર્મ છે. આમાં તો બધાં શાસ્ત્રોનું રહસ્ય આવી ગયું. કોઈ કોઈનું કાંઈ ન કરી શકે એ વાત પણ આમાં આવી જ ગઈ. જડ ઇન્દ્રિય આત્માના જ્ઞાનની અવસ્થા કરે નહિ
અને આત્માનું જ્ઞાન પરનું ન કરે. આ રીતે જ્ઞાન સ્વભાવની સ્વતંત્રા આવી.
બધા સમ્યમતિજ્ઞાનીઓનું જ્ઞાન નિમિત્તના અવલંબન વગ૨ સામાન્ય સ્વભાવના અવલંબનથી કાર્ય કરે છે; તે કારણે સર્વ નિમિત્તોના અભાવમાં સંપૂર્ણ અસહાયપણે સામાન્ય સ્વભાવના અવલંબને વિશેષ રૂપ જે કેવળજ્ઞાન પુર્ણ પ્રત્યક્ષ છે તેનો નિર્ણય વર્તમાન મતિજ્ઞાનના અંશ દ્વારા તેને થઈ શકે છે. જો પૂર્ણ અસહાય જ્ઞાનસ્વભાવ મતિજ્ઞાનના નિર્ણયમાં ન આવે તો વર્તમાન વિશેષ અંશરૂપ જ્ઞાન (મતિજ્ઞાન) પરના અવલંબન વગર પ્રત્યક્ષરૂપ છે તેનો નિર્ણય પણ ન થાય. સામાન્ય સ્વભાવના આશ્રયે જે વિશેષરૂપ છે તેનો નિર્ણય પણ ન થાય. સામાન્ય સ્વભાવના આશ્રયે જે વિશેષરૂપ મતિજ્ઞાન પ્રગટયું તે મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. અંશ પ્રગટયો છે તે અંશીના આધાર વગર હોય નહિ, તેથી અંશીના નિર્ણય વગર અંશનો નિર્ણય થાય નહિ.
અહો ! શ્રુતપંચમીના દિને તો આ જયધવલામાં જે કેવળજ્ઞાનનાં રહસ્ય ભર્યાં છે, અને તેની મુખ્ય બે વિશેષતા છે તેની સ્પષ્ટતા જાહેર થાય છે. (૧) પોતાના જ્ઞાનની વિશેષરૂપ અવસ્થા પરાવલંબન વગર સ્વાધીનપણે છે. (૨) તે સ્વાધીન અંશમાં આખું કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવે છે. આ બે મુખ્ય વિશેષતા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com