________________
૯૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
ભૂતબલિ આચાર્યોએ ( જ્ઞાન પ્રભાવનાનો વિકલ્પ ઊઠતાં) મહાન ૫૨માગમ શાસ્ત્રો ( ષવંડળમ) રચીને અંકલેશ્વરમાં ઉત્સાહપૂર્વક ઉત્સવથી તેની શ્રુતપુજના કરી હતી, તે શ્રુતપુજનનો માંગલિક દિવસ આજે (જેઠ સુદ ૫ ના રોજ ) છે.
મારો જ્ઞાન સ્વભાવ કાયમ ટકી રહો, મારા જ્ઞાનની અતૂટ ધારા કાયમ રહો અર્થાત્ કેવળજ્ઞાન થાવ એમ ખરેખર અંદરમાં પુર્ણતાની ભાવના થતાં, બાહ્યમાં તેમને એવો વિકલ્પ ઊઠયો કે શ્રુતજ્ઞાન આગમ કાયમ ટકી રહો; તે વિકલ્પ ઊઠતાં મહાન પરમાગમ શાસ્ત્રો રચ્યાં અને તેની શ્રુતપુજના કરી તે મંગળ દિવસ આજે છે. ખરેખર તો પરને માટે ભાવના નથી, પણ પોતાના જ્ઞાનની અતૂટ ધારાની ભાવના છે, ત્યાં આ શાસ્ત્રોની રચના થઈ છે. આ શાસ્ત્રમાં અનેક વાતો છે. આજે મુખ્ય બે વિશેષ વાત છે તે કહેવાની છે.
જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું નથી. જો જ્ઞાન કાર્ય વગરનું રહે અર્થાત્ વિશેષ વગરનું રહે તો વર્તમાન વિશેષ વગર સામાન્ય જાણે કોને ? વિશેષ ન હોય તો સામાન્ય જ્ઞાન જ ક્યાં રહ્યું? જો વર્તમાન પર્યાયરૂપ વિશેષ ન માનો તો ‘સામાન્ય જ્ઞાન છે' તેનો વિશેષ વગ૨ કોણે નિર્ણય કરશે ? નિર્ણય તો વિશેષ જ્ઞાન કરે છે. વર્તમાન વિશેષ વર્તમાન વિશેષ જ્ઞાન ( પર્યાય ) દ્વારા પરાવલંબન રહિત સામાન્ય જ્ઞાનસ્વભાવ જેમ છે તેમ જાણવો તેમાં જ ધર્મ સમાઈ જાય છે.
રાગ થાય તેને જાણે, ૫૨ને જાણે, ઇન્દ્રિયને જાણે પણ તે કોઈને પોતાનું ન માને એવો જ્ઞાનનો સ્વભાવ છે. વિકારને કે ૫૨ને પોતાનું ન માને તેને દુઃખ ન જ હોય. મારા જ્ઞાનને કોઈ પરાવલંબન નથી એવા સ્વાધીન સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા કરે તો તે સ્વભાવમાં શંકા કે દુ:ખ ન જ હોય. કેમકે જ્ઞાનસ્વભાવ પોતે સુખરૂપ છે.
નિગોદથી માંડીને સર્વ જીવોમાં કોઈ પણ જીવ ઇન્દ્રિયથી જાણતા નથી. નિગોદનો જીવ કે જેને સૌથી ઓછું જ્ઞાન છે તે પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com