________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
બાહ્ય જે સર્વથા એકાન્તવાદી લોકો છે. તેઓ આસ-અભિમાનથી દગ્ધ ( પીડિત ) છે અર્થાત્ તેઓ આસ નહીં હોવા છતાં પણ ‘હું આસ છું' એમ માની બેઠા છે. પરમાર્થતઃ તેઓ આસ હોઈ શકે નહીં, કારણ કે એમના દ્વારા પ્રતિપાદિત વસ્તુસ્વરૂપ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી બાધિત છે. ૭.
कुशमाकुशलं कर्म्म परलोकश्च न क्वचित् ।
एकान्तग्रह रक्रेषु,
નાથ! સ્વપરવૈરિપુ ।।૮।।
હે નાથ ! જે લોકો એકાન્તના આગ્રહમાં રક્ત છે અથવા એકાંતરૂપી પિશાચને આધીન છે તેઓ સ્વ અને ૫૨ બંનેનાય શત્રુ (બૂરું કરવાવાળા) છે, કારણ કે એમના મતમાં શુભાશુભ કર્મ અને પરલોક આદિ કાંઈ વ્યવસ્થિત સિદ્ધ થતાં નથી.
૮.
भावैकान्तेपदार्थाना
मभावानामपह्नवात् । सर्वात्मकमनाद्यन्त
मस्वरुपमतावकम् ।।९।।
હે ભગવાન! પદાર્થોનો સર્વથા સદ્દભાવ જ માનવાથી અભાવોનો અભાવ (લોપ) માનવો પડે. આ પ્રમાણે અભાવોને નહીં માનવાથી સર્વ પદાર્થો સર્વાત્મક બની જાય, સર્વ અનાદિ અને અનંત થઈ જાય, કોઈનું કોઈ પૃથક્ સ્વરૂપ જ નહિ રહે; જે આપને સ્વીકાર્ય નથી. ૯.
कार्यद्रव्यमनादि स्यात् प्रागभावस्य निह्नवे ।
प्रध्वंसस्य च धर्मस्य
प्रच्यवेऽनन्ततां व्रजेत् ।। १० ।।
७८
Please inform us of any errors on rajesh@AtmaDharma.com