________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
तीर्थकृत्समयानां च परस्पर विरोधत: ।
सर्वेषामाप्तता नास्ति
काश्चिदेव भवेद्गुरु: ।।३।।
આગમના આધાર અને ધર્મતીર્થના પ્રવર્તાવનાર હોવાથી પણ આપની મહાનતા સિદ્ધ થતી નથી; કારણ કે શાસ્ત્રોના રચનારા અને સંપ્રદાય-પંથરૂપ તીર્થોના ચલાવનારા અનેક છે અને એ બધાનાં વચનો પ્રાયઃ ૫રસ્પર વિરોધી છે. પરસ્પર વિરોધી વચનોવાળા બધા તો આસ હોઈ શકે નહીં! એમનામાંથી કોઈ એક જ આસ હોય. ૩.
दोषावरणयोर्हानि,
निःशेषास्त्यतिशायनात् । क्वचिद्यथा स्वहेतुभ्यो, बहिरन्तर्मलक्षयः
||૪||
હું ભગવાન ! આપની મહાનતા તો વીતરાગતા અને સર્વજ્ઞતાના કારણે જ છે. વીતરાગતા અને સર્વજ્ઞતા અસંભવિત નથી. મોહ, રાગ, દ્વેષાદિ દોષ અને જ્ઞાનાવરણાદિ આવરણોનો સંપૂર્ણ અભાવ સંભવિત છે, કેમ કે તેમની નિ મશઃ થતી જોવામાં આવે છે. જે રીતે લોકમાં અશુદ્ધ સુવર્ણ-પાષાણાદિમાં સ્વહેતુઓ વડે અર્થાત્ અગ્નિતાપાદિ વડે અંતર્બાહ્ય મેલ (અશુદ્ધિ)નો અભાવ થઈને સુવર્ણની શુદ્ધતા થતી જોવામાં આવે છે તે જ રીતે શુદ્ધોપયોગરૂપ ધ્યાનાગ્નિના તાપથી કોઈ આત્માના દોષાવરણની હાનિ થઈને વીતરાગતા અને સર્વજ્ઞતાનું પ્રગટ થવું સંભવિત છે. ૪.
૭૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com