________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પાઠ ૯
દેવાગમ સ્તોત્ર (આસમીમાંસા )
તાર્કિક ચક્રચૂડામણિ આચાર્ય સમન્તભદ્ર વિક્રમની બીજી શતાબ્દીમાં મહાન દિગ્ગજ આચાર્ય થઈ ગયા છે. તેઓ આઘસ્તુતિકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમણે અનેક સ્તોત્ર લખ્યાં છે, જેમાં અનેક ગંભીર ન્યાય ભરેલા છે. ‘દેવાગમ સ્તોત્ર’ પણ એમાંનું એક અદ્વિતીય સ્તોત્ર છે. તેને ‘આસમીમાંસા’ પણ કહે છે કારણ કે એમાં આસ (સાચા દેવ )ના સ્વરૂપ સંબંધી ગંભીર વિચારણા પ્રસ્તુત કરવામાં આવી છે. આચાર્ય ઉમાસ્વામીના તત્ત્વાર્થસૂત્ર (મોક્ષશાસ્ત્ર) ૫૨ આચાર્ય સમંતભદ્રે એક ‘ગંધહસ્તિ મહાભાષ્ય' નામનું ભાષ્ય લખેલું હતું. આ ‘દેવાગમ સ્તોત્ર’ તત્ત્વાર્થ સૂત્રના મંગલાચરણ
मोक्षमार्गस्य नेतारं, भेत्तारं कर्मभृभूभृताम् । ज्ञातारं विश्वतत्त्वानां, वन्दे तद्गुणलब्धये।।
ના સંદર્ભમાં લખવામાં આવેલ ‘ગંધહસ્તિ મહાભાષ્ય 'નું મંગલાચરણ છે.
આ સ્તોત્ર પર અનેક ગંભીરતમ વિસ્તૃત ટીકાઓ સંસ્કૃત ભાષામાં લખવામાં આવી છે, જેમાં આચાર્ય અકલંકદેવની આઠસો શ્લોક પ્રમાણ ‘ અષ્ટશતી ’ અને આચાર્ય વિધાનન્દિની આઠ હજાર શ્લોક પ્રમાણ ‘અષ્ટસહસ્ત્રી ' અત્યંત ગંભીર અને પ્રસિદ્ધ ટીકાઓ છે. આમાં ૧૧૪ છંદ છે. બધા અહીં આપવા સંભવિત નથી. એ બધાનો અર્થ પણ અત્યંત ગૂઢ છે, એના વિશેષ સ્પષ્ટીકરણનો પણ અહીં આવકાશ નથી. તેથી એના આરંભના ૧૬ છન્દો સામાન્ય અર્થ સહિત નમૂના સ્વરૂપે પ્રસ્તુત કરેલા છે. દેવાગમ સ્તોત્ર અને એની ટીકાઓ મૂળ સ્વરૂપે વાંચવા યોગ્ય છે – વાંચવી જોઈએ.
.
૧. તત્ત્વજ્ઞાન પાઠમાળા ભાગ ૧ માં આચાર્ય સમન્તભદ્રનો પરિચય આપવામાં આવેલો છે, ત્યાંથી અધ્યયન કરી લેવું જોઈએ. પરીક્ષામાં તે સંબંધી પ્રશ્નો પૂછી શકાય છે.
૭૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com