________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
આ વાતને આચાર્ય અમિતગતિએ આ પ્રમાણે વ્યક્ત કરી છેઃ
स्प्रं कृतः कर्म यदात्मना पुरा,
फलं तदीयं लभते शुभाशुभम्। परेण दत्तं यदि लभ्यते स्फुटं,
स्वयं कृतं कर्म निरर्थकं तदा।। निजार्जितं कर्म विहाय देहिनो,
न कोपि कस्यापि ददाति किंचन। विचारयन्नैवमनन्य मानसः,
परो ददातीति विमुच्य शेमुषीम् ।।
અંતમાં ૭૨ વર્ષની ઉમરે દીપાવલીના દિવસે આ યુગના અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરે ભૌતિક દેહનો ત્યાગ કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું. એ જ દિવસે એમના પ્રથમ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમને પૂર્ણજ્ઞાન (કેવલજ્ઞાન )ની પ્રાપ્તિ થઈ. જૈન માન્યતાનુસાર દીપાવલી મહાપર્વ ભગવાન મહાવી૨ને નિર્વાણપદની અને એમના મુખ્ય શિષ્ય ગૌતમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ-એના ઉપલક્ષ્યમાં જ ઊજવવામાં આવે છે.
આ રીતે આપણે જોઈએ છીએ કે ભગવાન મહાવીરનું જીવન આત્માથી પરમાત્મા બનવાના ક્રમિક વિકાસની કથા છે.
પ્રશ્ન:
૧. તીર્થંકર ભગવાન મહાવીરનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર તમારા શબ્દોમાં લખો.
૨. ભગવાન મહાવીરને કેટલા ગણધરો હતા ? નામ સહિત જણાવો.
૩. બાળક વર્ધમાન ગર્ભમાં આવ્યા તે પહેલાં તેમની માતાએ કેટલાં અને કયાં કયાં સ્વપ્નો દેખ્યાં હતા ?
૪. ભગવાન મહાવીરનો મુખ્ય ઉપદેશ શું શું હતો ?
૧. ભાવના દ્વાત્રિંશતિકા (સામાયિક પાઠ), છંદ ૩૦–૩૧.
૭૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com