________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ અને ૧૧ મા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે અને એમને ઉપરોક્ત ૨૧ પ્રકૃતિઓનો ક્ષય ન થતાં માત્ર ઉપશમ થાય છે.
અધ:પ્રવૃત્તકરણનો કાળ અંતર્મુહૂર્ત છે. અહીં “કરણ” નો અર્થ પરિણામ છે. અધ:પ્રવૃત્તકરણમાં સ્થિત જીવન પ્રત્યેક સમયમાં અનંતગુણી વિશુદ્ધતા થતી રહે છે અને ભિન્ન-ભિન્ન જીવોની અપેક્ષાએ ઉપરિતન સમયવર્તી (આગળ-આગળના સમયવર્તી) તથા અધતન સમયવર્તી (પાછળ-પાછળના સમયવર્તી) જીવોના પરિણામ વિસદશ પણ હોય છે તથા સદેશ પણ હોય છે. આવા અધ:પ્રવૃત્તકરણ યુક્ત જીવોને સાતિશય અપ્રમત્તસંયત કહે છે. (૮) અપૂર્વકરણ
આ ગુણસ્થાનમાં સ્થિત જીવોના પરિણામોની સંજ્ઞા અપૂર્વકરણ છે. એનો કાળ અન્તર્મુહૂર્ત છે. અહીં પણ પ્રત્યેક જીવના પરિણામમાં દરેક સમયે અનંતગુણી વિશુદ્ધિ થતી જાય છે. ભિન્ન-ભિન્ન જીવોની અપેક્ષાએ ઉપરિતન સમયવર્તી જીવના પરિણામો અધતન સમયવર્તી જીવના પરિણામોથી સદા વિસદશ જ (અપૂર્વ જ, વિશેષ વિશુદ્ધિવાળા જ) હોય છે, અને અભિન્ન સમયવર્તી જીવોના પરિણામ પરસ્પર સંદેશ પણ હોય છે તથા વિદેશ પણ હોય છે. આ ગુણસ્થાનમાં સ્થિત જીવોની આ પ્રકારની પરિણામ-ધારા હોવાથી આ ગુણસ્થાનનું નામ અપૂર્વકરણ છે. જેઓ ઉપશમ શ્રેણી પર આરોહણ કરે છે એમના પણ આ પરિણામ હોય છે, તથા જેઓ ક્ષપક શ્રેણી પર આરોહણ કરે છે એમના પણ આ પરિણામ હોય છે. (૯) અનિવૃત્તિકરણ
આ ગુણસ્થાનમાં સ્થિત જીવોના પરિણામોની સંજ્ઞા અનિવૃત્તિકરણ છે. અનિવૃત્તિ અર્થાત્ અભેદ (દશ) અને કરણ અર્થાત્ પરિણામ. અહીં પણ પ્રત્યેક જીવના એક સમયમાં એક જ પરિણામ હોય છે જે પ્રત્યેક સમયે અનંતગુણી વિશુદ્ધિ સહિત હોય છે. પ્રત્યેક સમયમાં
ઉદાહરણ તરીકે કોઈ બે જીવોને અપૂર્વકરણ પ્રારંભ કર્યો ૫ – ૫ સમય થયા હોય તો તે બેઉ જીવોને અભિન્ન સમયવર્તી અર્થાત્ એક સમયવર્તી કહેવામાં આવે છે.
૫૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com