________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મિશ્ર ગુણસ્થાન કહે છે. જે પ્રમાણે દહીં અને ગોળને એકસાથે ભેળવવાથી એમના ભેળસેળયુક્ત પરિણામ (સ્વાદ)નો યુગપત્ અનુભવ થાય છે તે જ પ્રમાણે આવી શ્રદ્ધાવાળા જીવને સમીચીન અને મિથ્યા એમ ઉભયરૂપ શ્રદ્ધા હોય છે. અહીં અનંતાનુબંધી કષાયનો ઉદય હોતો નથી. આ ગુણસ્થાનનો કાળ પણ અંતર્મુહૂર્ત છે.
આ ગુણસ્થાનથી સીધી દેશવિરત અને અપ્રમત્તસંયત ગુણસ્થાનની પ્રાપ્તિ થતી નથી તથા અહીં પરભવ સંબંધી આયુનો બંધ, મરણ તથા મારણાંતિક સમુદ્દઘાત પણ થતાં નથી. (૪) અવિરત સમ્યકત્વ
નિશ્ચય સમ્યગ્દર્શન સહિત અને નિશ્ચયવ્રત (અણુવ્રત અને મહાવ્રત) રહિત અવસ્થા જ અવિરત સમ્યકત્વ નામનું ચોથું ગુણસ્થાન કહેવાય છે.
જીવ જ્યારે ક્ષયોપશમ વગેરે લબ્ધિઓથી તથા ચોથા ગુણસ્થાનને યોગ્ય બાહ્ય આચારથી સંપન્ન બને ત્યારે તેને સ્વપુરુષાર્થ દ્વારા સ્વભાવસમ્મુખ થતા આત્માનુભૂતિપૂર્વક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અર્થાત્ તે પોતાના આત્માનું સાચું સ્વરૂપ સમજે છે-અનુભવે છે કે “હું તો ત્રિકાળ એકરૂપ રહેવાવાળો જ્ઞાયક પરમાત્મા છું હું જ્ઞાતા છું અને અન્ય બધુંય જ્ઞય છે, પરની સાથે મારે કોઈ સંબંધ છે જ નહિ. અનેક પ્રકારના વિકારી ભાવો જે પર્યાયમાં થાય છે તે મારું સ્વરૂપ નથી, જ્ઞાતા સ્વભાવની દષ્ટિ અને લીનતા કરતાં જ તે નાશ પામી જાય છે અર્થાત્ ઉત્પન્ન જ થતા નથી.” આ પ્રમાણે નિર્ણયપૂર્વક દષ્ટિ સ્વસમ્મુખ થઈને નિર્વિકલ્પ આનંદરૂપ પરિણતિનો સાક્ષાત્ અનુભવ કરે છે, તથા નિર્વિકલ્પ અનુભવ છૂટી જાય તોપણ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોના અભાવસ્વરૂપ આત્માની શુદ્ધ પરિણતિ નિરંતર બની રહે છે, તેને અવિરત સમ્યકત્વ નામનું ચોથું ગુણસ્થાન કહે છે. એના ત્રણ ભેદો છે- (૧) ઔપથમિક (૨) ક્ષાયોપથમિક
(૩) ક્ષાયિક આ ત્રણ પ્રકારનાં સમ્યગ્દર્શનોમાંથી કોઈ એક સમ્યગ્દર્શનની
૫૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com