________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનકાર:
જે ક્રિયાનો જનક હોય, ક્રિયાનિષ્પત્તિમાં પ્રયોજક હોય, તેને કારક કહે છે. રોતિ ઝિયાં નિર્વતૈયતીતિ વIRવ:' આ પ્રમાણે એની વ્યુત્પત્તિ છે. તાત્પર્ય એ છે કે જે કોઈને કોઈ સ્વરૂપે ક્રિયા-વ્યાપાર પ્રત્યે પ્રયોજક હોય તે જ કારક હોઈ શકે છે, અન્ય નહીં.
કારકો છે છે-(૧) કર્તા (૨) કર્મ (૩) કરણ (૪) સંપ્રદાન (૫) અપાદાન અને (૬) અધિકરણ.
જે સ્વતંત્રપણે (સ્વાધીનતાથી) કરે તે કર્તા છે; કર્તા જેને પ્રાપ્ત કરે તે કર્મ છે; સાધકતમ એટલે ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે; કર્મ જેને અર્પણ કરવામાં આવે અથવા જેના માટે કરવામાં આવે તે સંપ્રદાન છે; જેમાંથી કર્મ કરવામાં આવે તે ધ્રુવવસ્તુ અપાદાન છે; અને જેમાં અર્થાત્ જેના આધારે કર્મ કરવામાં આવે તે અધિકરણ છે.
આ છે કારકો વ્યવહાર અને નિશ્ચયના ભેદથી બે પ્રકારના છે. જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે છે ત્યાં વ્યવહાર કારક છે; અને જ્યાં પોતાના જ ઉપાદાનકારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે છે ત્યાં નિશ્ચય કારક છે.
વ્યવહાર કારકો આ પ્રમાણે ઘટાવવામાં આવે છે:- કુંભાર કર્તા છે; ઘડો કર્મ છે; દંડ, ચક્ર વગેરે કરણ છે; કુંભાર જળ ભરનાર માટે ઘડો બનાવે છે, તેથી જળ ભરનાર સંપ્રદાન છે; ટોપલીમાંથી માટી લઈને ઘડો બનાવે છે તેથી ટોપલી અપાદાન છે; અને જમીનના આધારે ઘડો બનાવે છે તેથી જમીન અધિકરણ છે. અહીં બધાંય કારકો જુદાં જુદાં છે.
પરમાર્થે કોઇ દ્રવ્ય કોઈનું કર્તા-હર્તા થઈ શકતું નથી, માટે આ છે કે વ્યવહાર કારકો અસત્ય છે. તેઓ માત્ર ઉપચરિત અસદ્દભૂત વ્યવહાર નથી કહેવામાં આવે છે. નિશ્ચયથી કોઈ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહીં.
નિશ્ચય કારકો આ પ્રમાણે ઘટાવવામાં આવે છે:- માટી સ્વતંત્રપણે
૪૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com