________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આ જ્ઞાનમય દશા આનન્દમય પણ છે, એ જ્ઞાનાનન્દમય છે. તેમાં જ્ઞાન અને આનંદનો ભેદ નથી. આ જ્ઞાન પણ ઈન્દ્રિયાતીત છે અને આનંદ પણ ઈન્દ્રિયાતીત છે. આ અતીન્દ્રિય જ્ઞાનાનન્દની દશા જ ધર્મ છે. અતીન્દ્રિય જ્ઞાનાનન્દ સ્વભાવી ધ્રુવતત્ત્વ પર સંપૂર્ણ પ્રગટ જ્ઞાન-શક્તિની એકાગ્રતા થવી એ ધર્મમય દશા છે. તેથી એક માત્ર તે જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવતત્ત્વ જ ધ્યેય છે સાધ્ય છે અને આરાધ્ય છે; તથા મુક્તિના પથિક તત્ત્વાભિલાષી માટે આખુંય જગત અધ્યેય, અસાધ્ય અને અનારાધ્ય છે.
આ ચૈતન્યભાવરૂપ આત્માનુભૂતિ જ કરવા યોગ્ય કાર્ય (કર્મ) છે; પરની કોઈપણ પ્રકારની અપેક્ષા વિના ચેતન આત્મા જ એનો કર્તા છે અને આ ધર્મપરિણતિરૂપ જ્ઞાનચેતના જ સમ્યક્ ક્રિયા છે. આમાં કર્તા, કર્મ અને ક્રિયાના ભેદો કથનમાત્ર છે, એમ તો ત્રણેય જ્ઞાનમય હોવાથી અભિન્ન (અભેદ) જ છે.
ધર્મની શરૂઆત પણ આત્માનુભૂતિથી જ થાય છે અને પૂર્ણતા પણ એની જ પૂર્ણતા થતાં થાય છે, એનાથી ભિન્ન ધર્મની કોઈ કલ્પના પણ કરી શકાય નહીં. આત્માનુભૂતિ જ આત્મધર્મ છે. સાધકના માટે એક માત્ર આ જ ઈષ્ટ છે. એને પ્રાપ્ત કરવી એ જ સાધકનું મૂળ પ્રયોજન છે.
ઉક્ત પ્રયોજનની સિદ્ધિ માટે જે વાસ્તવિકતાઓનું જ્ઞાન આવશ્યક તેને પ્રયોજનભૂત તત્ત્વ કહે છે તથા તેના સંબંધમાં કરવામાં આવતો વિકલ્પાત્મક પ્રયત્ન જ તત્ત્વવિચાર કહેવાય છે.
‘હું કોણ છું? ’ ( જીવતત્ત્વ), ‘પૂર્ણ સુખ શું છે?' (મોક્ષતત્ત્વ ), આ વૈચારિક પ્રક્રિયાના મૂળભૂત પ્રશ્નો છે. હું સુખ કેવી રીતે પ્રાપ્ત કરું અર્થાત્ આત્મા અતીન્દ્રિય-આનંદની દશાને કેવી રીતે પ્રાપ્ત થાય? જીવ તત્ત્વ મોક્ષ તત્ત્વરૂપ કઈ રીતે પરિણમે ? આત્માભિલાષી મુમુક્ષુના મનમાં નિરંતર આ જ મંથન ચાલ્યા કરતું હોય છે.
તે વિચારે છે કે ચેતન તત્ત્વથી ભિન્ન જડ તત્ત્વની સત્તા પણ લોકમાં છે. આત્મામાં પોતાની ભૂલના કારણે મોહ-રાગ-દ્વેષની ઉત્પત્તિ
૩૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com