________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભાષા વર્ગણાનું કાર્ય છે. આ પ્રમાણે અવાજ અને શરીરના જાડા થવામાં
અન્યોન્યાભાવ છે. આચાર્ય સમન્તભદ્રઃ- “જ્ઞાનાવરણીય કર્મના ક્ષયને કારણે આત્મામાં કેવલજ્ઞાન
થાય છે” એમ માનનારે શું ભૂલ કરી? જિજ્ઞાસુ - તેણે અત્યંતભાવ જાણ્યો નહીં; કેમ કે જ્ઞાનાવરણીય કર્મ અને આત્મા
એ બેમાં અત્યંતભાવ છે, તો પછી એક દ્રવ્યના કારણે બીજા દ્રવ્યમાં કાર્ય
કેવી રીતે થઈ શકે? શંકાકાર- શાસ્ત્રમાં એમ કેમ લખ્યું છે કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવલજ્ઞાનની
પ્રાપ્તિ થાય છે? આચાર્ય સમન્તભદ્રઃ- શાસ્ત્રમાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે અસદ્દભૂત
વ્યવહારનયથી એમ કહેવામાં આવે છે, પરંતુ વસ્તુતઃ (નિશ્ચય નથી) વિચાર કરવામાં આવે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યના કાર્યનો કર્તા થઈ જ શકતો નથી.
આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે વસ્તુ સ્વરૂપ તો અનેકાન્તાત્મક છે. એકલો ભાવ જ વસ્તુનું સ્વરૂપ નથી. અભાવ પણ વસ્તુનો ધર્મ છે, એને માન્યા સિવાય વસ્તુની વ્યવસ્થા બનતી નથી. તેથી ચાર અભાવોનું સ્વરૂપ બરાબર સમજીને મોરાગ-દ્વેષાદિ વિકારોનો અભાવ કરવા પ્રત્યે સાવધાન
થવું જોઈએ. પ્રશ્ન:
૧. અભાવ કોને કહે છે ? તે કેટલા પ્રકારના હોય છે? નામ સાથે લખો. ૨. નીચેનામાંથી પરસ્પર તફાવત બતાવોઃ
(ક) પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ.
(ખ) અન્યોન્યાભાવ અને અત્યંતાભાવ. ૩. અભાવો સમજવાથી શું લાભ થાય? ૪. અભાવોના સ્વરૂપના સંદર્ભના નીચેનાની સમીક્ષા કરો.
૬૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com