SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪] ( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભાવાર્થ- ઇંદ્રિયોનો તેમ જ કષાયોનો નિગ્રહ કરી પરમ વીતરાગભાવરૂપ આત્મધ્યાનમાં જે લીન થાય છે તેને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે. (દોહરો) પૂર્વે બાંધ્યાં કર્મ જે, ખરે તપોબલ પાય; સો નિર્જરા કહાય હૈ, ધારે તે શિવ જાય. ઇતિ નિર્જરાનુપ્રેક્ષા સમાપ્ત. * * * ૧૦. લોકાનુપ્રેક્ષા હવે લોકાનુપ્રેક્ષાનું વર્ણન કરીએ છીએ. ત્યાં પ્રથમ જ લોકનો આકારાદિ કહીશું. તેમાં કંઈક ગણિતને પ્રયોજનરૂપ જાણીને તેનો સંક્ષેપમાં ભાવાર્થ અન્ય ગ્રંથાનુસાર અહીં લખીએ છીએ. ત્યાં પ્રથમ તો પરિકર્માષ્ટક છે. તેમાં, પહેલું- સંકલન એટલે જોડી દેવું તેસરવાળો કરવો તે; જેમ કે-આઠ ને સાતનો સરવાળો કરતાં પંદર થાય. બીજું-વ્યવકલન એટલે બાદબાકી કાઢવી તે, જેમ કે આઠમાંથી ત્રણ ઘટાડતાં પાંચ રહે. ત્રીજાં-ગુણાકાર, જેમ કે આઠને સાતથી ગુણતાં છપ્પન થાય. ચોથું-ભાગાકાર; જેમ કે આઠને બેનો ભાગ આપતાં ચાર થાય. પાંચમું-વર્ગ એટલે બરાબર સંખ્યાની બે રાશિ ગુણતાં જેટલા થાય તેટલા તેના વર્ગ કહેવાય; જેમ કે આઠનો વર્ગ ચોસઠ. છઠું-વર્ગમૂલ એટલે જેમ ચોસઠનું વર્ગમૂળ આઠ. સાતમું-ઘન એટલે ત્રણ રાશિ બરાબર ગુણતાં જે થાય તે; જેમ કે આઠનું ઘન પાંચસો બાર તથા આઠમું-ઘનમૂલ એટલે પાંચસો બારનું ઘનમૂલ આઠ. એ પ્રમાણે પરિકર્માષ્ટક જાણવું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy