________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપોદ્યાત
દ્વાદશ અનુપ્રેક્ષા” અર્થાત્ “બાર ભાવના' વીતરાગ જૈનધર્મમાં આધ્યાત્મિક સાધનાનું એક મહત્ત્વપૂર્ણ ઉત્તમ અંગ છે. જિનાગમમાં તેનો, “સ ગુપ્ટિસમિતિધર્માનુપ્રેક્ષાપરીષહનયવારિત્ર:'એ રીતે, સંવરના ઉપાયમાં અંતર્ભાવ કરવામાં આવ્યો છે. તેની એક મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે-અઢી દ્વીપની,-પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ–એ પંદરેય કર્મભૂમિમાં થનારા ત્રણે કાળના સર્વ તીર્થકરો, ગૃહસ્થદશામાં નિરપવાદ નિયમથી, આ બાર ભાવના ”ના ચિંતવનપૂર્વક જ વૈરાગ્યની સાતિશય વૃદ્ધિ પામીને, લૌકાંતિક દેવો દ્વારા નિયોગજનિત અનુમોદના થતાં, સ્વયં દીક્ષિત થાય છે.
અનુપ્રેક્ષા એટલે ભાવના, ચિંતવન, મનોગત અભ્યાસ, પરિશીલન, વૈરાગ્યભાવના. સંસાર, શરીર તેમજ ભોગ વગેરેના અનિત્ય, અશરણ, અશુચિ આદિ સ્વભાવનું-અંતરમાં નિત્ય, શરણ અને પરમ શુચિસ્વરૂપ નિજ ત્રિકાળશુદ્ધ જ્ઞાયક આત્માના લક્ષ તેમ જ સાધના સહિત-સંગ તેમ જ વૈરાગ્ય અર્થે ફરી ફરી ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા છે. (૧) અનિત્ય-અનુપ્રેક્ષા, (૨) અશરણ-અનુપ્રેક્ષા, (૩) સંસાર-અનુપ્રેક્ષા, (૪) એકત્વ-અનુપ્રેક્ષા, (૫) અન્યત્વ-અનુપ્રેક્ષા, (૬) અશુચિત્વ-અનુપ્રેક્ષા, (૭) આસ્રવ-અનુપ્રેક્ષા (૮) સંવરઅનુપ્રેક્ષા, (૯) નિર્જરા-અનુપ્રેક્ષા, (૧૦) લોક-અનુપ્રેક્ષા, (૧૧) બોધિદુર્લભ-અનુપ્રેક્ષા અને ધર્મ-અનુપ્રેક્ષા-એ પ્રમાણે અનુપ્રેક્ષાના બાર ભેદ છે. આ બારેયના સ્વરૂપનું, ભવદુઃખશામક જ્ઞાનવૈરાગ્યની વૃદ્ધિ અર્થે, વારંવાર અનુચિંતન અવશ્ય કર્તવ્ય છે.
“અનુપ્રેક્ષા” વિષે પ્રાચીન આચાર્યોએ તેમ જ મધ્યકાલીન વિદ્વાનોએ પણ ઘણું લખ્યું છે. વીતરાગ દિગંબર સંતો ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે તેમ જ મુનિવર શ્રી કાર્તિકેયસ્વામીએ (અપર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com