SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આસ્રવાનુપ્રેક્ષા] . [ ૫૧ मोहविपाकवशात् ये परिणामा भवन्ति जीवस्य। ते आस्रवा: मन्यस्व मिथ्यात्वादयः अनेकविधाः।। ८९ ।। અર્થ- મોહકર્મના ઉદયવશે આ જીવને જે પરિણામ થાય છે તે જ આસ્રવ છે, એમ હું ભવ્ય? તું પ્રગટપણે જાણ ! તે પરિણામ મિથ્યાત્વાદિ અનેક પ્રકારના છે. ભાવાર્થ- કર્મબંધનું કારણ આસ્રવ છે. તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એમ પાંચ પ્રકારના છે. તેમાં સ્થિતિઅનુભાગરૂપ બંધના કારણ તો મિથ્યાત્વાદિ ચાર જ છે અને તે મોહકર્મના ઉદયથી થાય છે; તથા યોગ છે તે તો સમયમાત્ર બંધને કરે છે પણ કાંઈ સ્થિતિ- અનુભાગને કરતો નથી, તેથી તે બંધના કારણમાં પ્રધાન (મુખ્ય) નથી. હવે પુણ્ય-પાપના ભેદથી આગ્નવને બે પ્રકારનો કહે છેकम्मं पुण्णं पावं हेउं तेसिं च होंति सच्छिदरा। मंदकसाया सच्छा तिव्वकसाया असच्छा हु।। ९०।। कर्म पुण्यं पापं हेतवः तयोः च भवन्ति स्वच्छेतराः। मन्दकषाया: स्वच्छा: तीव्रकषायाः अस्वच्छा: स्फुटम्।। ९०।। અર્થ:- કર્મ છે તે પુણ્ય અને પાપ એવા બે પ્રકારનાં છે. તેનું કારણ પણ બે પ્રકારનું છે : એક પ્રશસ્ત અને બીજાં અપ્રશસ્ત. ત્યાં મંદકષાયરૂપ પરિણામ છે તે તો પ્રશસ્ત એટલે શુભ છે તથા તીવ્રકષાયરૂપ પરિણામ છે તે અપ્રશસ્ત એટલે અશુભ છે એમ પ્રગટ જાણો. ભાવાર્થ- શતાવેદનીય, શુભઆયુ, ઉચ્ચગોત્ર અને શુભનામ એ પ્રકૃતિઓ તો પુણ્ય (શુભ) રૂપ છે તથા બાકીનાં ચાર ઘાતિકર્મો, અશાતાવેદનીય, નરકાયુ, નીચગોત્ર અને અશુભનામ એ બધી પ્રકૃતિઓ પાપરૂપ છે. તેમના કારણરૂપ આસ્રવ પણ બે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy