SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮] [ સ્વામિકાતિકયાનુપ્રેક્ષા અર્થ : જાઓ તો ખરા આ દેહ, સ્નાન અને સુગંધી વસ્તુઓ વડે સજાવવા છતાં પણ તથા અનેક પ્રકારનાં ભોજનાદિ ભક્ષ્યો વડે પાલન કરવા છતાં પણ જળ ભરેલા કાચા ઘડાની માફક, ક્ષણમાત્રમાં વિલય પામી જાય છે. ભાવાર્થ:- એવા શરીરમાં સ્થિરબુદ્ધિ કરવી તે મોટી ભૂલ છે. આગળ લક્ષ્મીનું અસ્થિરપણું દર્શાવે છે:जा सासया ण लच्छी चक्कहराणं पि पुण्णवंताणं। सा किं बंधेइ रइं इयरजणाणं अपुण्णाणं ।।१०।। या शाश्वता न लक्ष्मीः चक्रधराणां अपि पुण्यवताम्। सा किं बघ्नाति रतिं इतरजनानां अपुण्यानाम्।।१०।। અર્થ- જે લક્ષ્મી અર્થાત્ સંપદા (ઉત્કૃષ્ટ) પુણકર્મના ઉદય સહિત જે ચક્રવર્તી તેમને પણ શાશ્વતરૂપ નથી તો અન્ય જે પુણ્યોદય વિનાના વા અલ્પપુણ્યવાળા પુરુષો તેની સાથે કેમ રાગ બાંધે? અપિતુ ન બાંધે. ભાવાર્થ- એ સંપદાના અભિમાનથી આ પ્રાણી તેમાં પ્રીતિ કરે છે તે વૃથા છે. આગળ એ જ અર્થને વિશેષતાથી કહે છેकत्थवि ण रमइ लच्छी कुलीणधीरे वि पंडिए सूरे। पुज्जे धम्मिट्ठे वि य सुरूवसुयणे महासत्ते।।११।। कुत्र अपि न रमते लक्ष्मी: कुलीनधीरे अपि पण्डिते शूरे। पूज्ये धर्मिष्ठे अपि च सुरूपसुजने महासत्त्वे ।।११।। અર્થ:- આ લક્ષ્મી-સંપદા કુળવાન, વૈર્યવાન, પંડિત, સુભટ, પૂજ્ય, ધર્માત્મા, રૂપવાન, સુજન અને મહા પરાક્રમી ઇત્યાદિ કોઈ પુરુષોમાં પણ રાચતી નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy