________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૩૦૩ ભાવાર્થ- ચૌદમા અયોગીજિનગુણસ્થાનની સ્થિતિ પાંચ લઘુ અક્ષર (ગ–૩–૩––દ-નૃ) પ્રમાણ છે. ત્યાં યોગોની પ્રવૃત્તિનો અભાવ છે અને અવાતિકર્મોની પંચાશી પ્રકૃતિ સત્તામાં રહી છે, તેના નાશનું કારણ આ યોગોનું રોકાવું છે, તેથી તેને ધ્યાન કહ્યું છે. તેમાં ગુણસ્થાનની માફક અહીં પણ ધ્યાનનો ઉપચાર સમજવો, કારણ કે ઇચ્છાપૂર્વક ઉપયોગને થંભાવનારૂપ ધ્યાન અહીં નથી. એ કર્મપ્રકૃતિઓનાં નામ તથા અન્ય પણ વિશેષકથન બીજા ગ્રંથો અનુસાર છે તે સંસ્કૃતટીકાથી જાણી લેવાં. એ પ્રમાણે ધ્યાન નામના તપનું સ્વરૂપ કહ્યું.
હવે તપના કથનને સંકોચે છે - एसो बारसभेओ उग्गतवो जो चरेदि उवजुत्तो। सो खविय कम्मपुंजं मुत्तिसुहं अक्खयं लहदि।। ४८८ ।। एतत् द्वादशभेदं उग्रतपः यः चरति उपयुक्तः। सः क्षपयित्वा कर्मपुजं मुक्तिसुखं अक्षयं लभते।।४८८।।
અર્થ- આ બાર પ્રકારના તપ કહ્યા તેમાં ઉપયોગને લગાવી જે મુનિ ઉગ્ર- તીવ્ર તપનું આચરણ કરે છે તે મુનિ કર્મપુજનો ક્ષય કરીને મોક્ષસુખને પ્રાપ્ત થાય છે. કેવું છે મોક્ષસુખ? જે અક્ષય છેઅવિનાશી છે.
ભાવાર્થ- તપથી કર્મનિર્જરા થાય છે તથા સંવર થાય છે અને એ (નિર્જરા તથા સંવર) બંને મોક્ષનાં કારણ છે. જે મુનિવ્રત લઈને બાહ્ય-અત્યંતરભેદથી કહેલાં આ તપને તે જ વિધાનપૂર્વક આચરે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે અને ત્યારે જ કર્મોનો અભાવ થાય છે. તેનાથી જ અવિનાશી બાધારહિત આત્મીયસુખની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે આ બાર પ્રકારનાં તપના ધારક તથા આ તપનાં ફળને પામે છે તેવા સાધુ ચાર પ્રકારના કહ્યા છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com