________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશત૫] છે. એ ઉપયોગ ઘણો વખત એકાગ્ર રહેતો નથી. તે “શુક્લ” એવુ નામ રાગ અવ્યક્ત થવાથી જ કહ્યું છે.
હવે શુક્લધ્યાનનો બીજો ભેદ કહે છે:णीसेसमोहविलए खीणकसाए य अंतिमे काले। ससरूवम्मि णिलीणो सुक्कं झाएदि एयत्तं ।। ४८५।। निःशेषमोहविलये क्षीणकषाये च अन्तिमे काले। स्वस्वरूपे निलीन: शुक्लं ध्यायति एकत्वम्।। ४८५।।
અર્થ- સમસ્ત મોહકર્મનો નાશ થતાં ક્ષીણકપાય ગુણસ્થાનના અંત સમયમાં પોતાના સ્વરૂપમાં તલ્લીન થતો થકો આત્મા એકવિતર્કવીચાર નામના બીજા શુક્લધ્યાનને ધ્યાવે છે.
ભાવાર્થ- પ્રથમના પૃથકત્વવિતર્કવીચાર શુક્લધ્યાનમાં ઉપયોગ પલટાતો હતો તે પલટાવું અહીં અટકી ગયું. અહીં એક દ્રવ્ય, એક ગુણ, એક પર્યાય, એક વ્યંજન અને એક યોગ ઉપર ઉપયોગ સ્થિર થઈ ગયો. પોતાના સ્વરૂપમાં લીન તો છે જ પરંતુ હવે ઘાતિકર્મનો નાશ કરી ઉપયોગ પલટાશે ત્યાં “સર્વનો પ્રત્યક્ષ જ્ઞાતા થઈ લોકાલોકને જાણવું” એ જ પલટાવું રહ્યું છે.
હવે શુક્લધ્યાનનો ત્રીજો ભેદ કહે છે:केवलणाणसहावो सुहुमे जोगम्हि संठिओ काए। जं झायदि सजोगिजिणो तं तिदियं सुहुमकिरियं च।।४८६।। केवलज्ञानस्वभावः सूक्ष्मे योगे संस्थितः काये। यत् ध्यायति सयोगिजिनः तत् तृतीयं सूक्ष्मक्रियं च।। ४८६ ।।
અર્થ - કેવળજ્ઞાન છે સ્વભાવ જેનો એવા સયોગકેવળી ભગવાન જ્યારે સૂક્ષ્મકાયયોગમાં બિરાજે છે ત્યારે તે કાળમાં જે ધ્યાન હોય છે તે સૂક્ષ્મક્રિયા નામનું ત્રીજું શુક્લધ્યાન છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com