________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦) નિત્ય શુદ્ધ આત્મા ઉપાદેય છે અને સંસારદુ:ખોથી આક્રાંત ક્ષણિક દશા હેય છે-એવું ચિંતવન કરવું તે સંસાર-અનુપ્રેક્ષા છે.
એકત્વ-અનુપ્રેક્ષા : જીવ એકલો જ કર્મ કરે છે, એકલો જ દીર્ઘ સંસારમાં ભટકે છે, એકલો જ જન્મ-મરે છે અને એકલો જ ઉપાર્જિત કર્મોનાં ફળ ભોગવે છે. જીવ એકલો જ પુણ્ય-પાપ કરે છે અને એકલો જ તેના ફળમાં ઊંચ-નીચ ગતિ ભોગવે છે. નિશ્ચયનયે એકત્વનું અનુપ્રેક્ષણ કરનાર એમ ભાવે છે કે હું ત્રણે કાળે એકલો જ છું, મમત્વથી રહિત છું, શુદ્ધ છે તથા સહજ જ્ઞાન-દર્શન સ્વભાવથી પરિપૂર્ણ છું. આ શુદ્ધ એકત્વભાવ જ સદા ઉપાદેય છે. આત્માર્થી જીવે સદા આ પ્રમાણે એકત્વની વિચારણા–ભાવના કર્તવ્ય છે.
અન્યત્વ-અનુપ્રેક્ષા : માતા-પિતા, ભાઈ, પુત્ર તથા સ્ત્રી વગેરે કુટુંબીઓનો આ જીવ સાથે પરમાર્થે કોઈ સંબંધ નથી, બધાં પોતાનાં સ્વાર્થ વશ સાથે રહે છે. ઈષ્ટ જનનો વિયોગ થતાં આ જીવ શોક કરે છે પરંતુ આશ્ચર્ય છે કે પોતે સંસારરૂપી મહાસાગરમાં ગળકાં ખાઈ રહ્યો છે તેનો તો શોક કરતો નથી ! નિશ્ચયનયે અન્યત્વભાવનાનો ચિંતક એમ ચિંતવે છે કે આ જે શરીરાદિ બાહ્ય દ્રવ્યો છે તે બધાં મારાથી અન્ય છે. મારો તો, મારી સાથે ત્રિકાળઅનન્યભૂત સહજશુદ્ધ જ્ઞાનદર્શનમય નિજ આત્મા જ છે.
અશુચિત્વ-અનુપ્રેક્ષા : અશુચિમય એવું આ શરીર હાડકાંઓનું બનેલું, માંસથી લપેટાયેલું, ચામડાથી આચ્છાદિત, કીટસમૂહથી ભરપૂર અને સદા મલિન છે. વળી તે દુર્ગધથી યુક્ત, ધૃણિત, ગંદા મળથી ભરેલું, અચેતન, મૂર્તિક, સડણ-પડણ સ્વભાવવાળું છે, નશ્વર છે. નિશ્ચયનયે આ આત્મા અશુચિમય શરીરથી ભિન્ન, કર્મનો કર્મથી રહિત, અનંત સુખનો ભંડાર પરમશુચિમય તથા શ્રેષ્ઠ છે. આ રીતે સાધક જીવે અશુચિસ્વભાવના નિરંતર ભાવવી જોઈએ.
આસવ-અનુપ્રેક્ષા : મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com