________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૭૩ ભાવાર્થ- અન્યમતમાં ઘણા કહે છે કે “લોકની રચના બ્રહ્મા કરે છે, નારાયણ રક્ષા કરે છે, શિવ સંહાર કરે છે; કાચબાએ વા શેષનાગે તેને ધારણ કર્યો છે, પ્રલય થાય છે ત્યારે સર્વ શૂન્ય થઈ જાય છે અને બ્રહ્મની સત્તા માત્ર રહી જાય છે તથા એ બ્રહ્મની સત્તામાંથી (ફરીથી) સૃષ્ટિની રચના થાય છે.”- ઇત્યાદિ અનેક કલ્પિત વાતો કહે છે. તે સર્વનો નિષેધ આ સૂત્રથી જાણવો. આ લોક કોઈ એ કરેલો નથી, કોઈએ (પોતાના ઉપર) ધારણ કરેલો નથી તથા કોઈથી નાશ પામતો નથી, જેવો છે તેવો જ શ્રી સર્વ દીઠો છે અને તે જ વસ્તુ સ્વરૂપ છે.
હવે આ લોકમાં શું છે? તે કહે છે :अप्णोण्णपवेसेण य दव्वाणं अच्छणं भवे लोओ। दव्वाण णिच्चतो लोयस्स वि मुणह णिचतं।। ११६ ।। अन्योन्यप्रवेशेन च द्रव्याणां आसनं भवेत् लोकः। द्रव्याणां नित्यत्वात् लोकस्य अपि जानीहि नित्यत्वम्।। ११६ ।।
અર્થ:- જીવાદિ દ્રવ્યોના પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપ પ્રવેશ અર્થાત્ મેળાપરૂપ અવસ્થાન છે તે લોક છે. જે દ્રવ્યો છે તે નિત્ય છે તેથી લોક પણ નિત્ય છે એમ જાણો.
ભાવાર્થ:- છ દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે, તે (એ) દ્રવ્યો નિત્ય છે તેથી લોક પણ નિત્ય જ છે.
હવે કોઈ તર્ક કરે કે જો તે નિત્ય છે તો આ ઊપજે-વિનશે છે તે કોણ છે? તેના સમાધાનરૂપ સૂત્ર કહે છે :परिणामसहावादो पडिसमयं परिणमंति दव्वाणि। तेसिं परिणामादो लोयस्स वि मुणह परिणामं ।। ११७ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com