________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ ]
( [ સમ્યજ્ઞાન દીપિકા સદા કાલ જે દેખે છે જાણે છે તેની સન્મુખ જ આ સ્વપ્નસમય અને જાગ્રતસમયનો સંસાર થાય છે અને વિણસે છે.
જેમ સ્વપ્નાવસ્થામાં કોઈએ કોઈનું મસ્તક છેદન કર્યું, મારીને ગયો, તે વખતે પોતાને મર્યો સમજ્યો-માન્યો, વળી એ જ (પુરુષ) જાગ્રત થયો ત્યારે કહેવા લાગ્યો કે- “હું સ્વપ્નમાં મરી ગયો હતો.' એ જ પ્રમાણે આ જન્મ, મરણ, પાપ, પુણ્યાદિ (બધાં) સ્વપ્નના ખેલ છે પણ એ ખેલનો તમાશો જે દેખું-જાણે છે તે સ્વસ્વરૂપસ્વાનુભવગમ્ય જ્ઞાન છે.
જેમ કોઈ મતવાળો પોતાની માતાને માતા જ કહે છે પરંતુ તેનો વિશ્વાસ શો? કારણ કે તે કોઈ વેળા પોતાની માતાને પોતાની સ્ત્રી માની લે તો તેનું પ્રમાણ શું? તે જ પ્રમાણે આ મતવાળો મતિ, મતરૂપી મદિરામાં મદોન્મત્ત આ જૈન મતવાળા, વિષ્ણુ મતવાળા, શિવ મતવાળા, વેદાંત મતવાળા અને બૌદ્ધ મતવાળા વગેરે મતવાળા છે (ચિત્ર ક.માંકઃ ૧૩) તે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય સ્વભાવવસ્તુને અન્યની અન્ય પ્રકારથી માની લે-કહી દે તો તેનું પ્રમાણ શું?
જેમ માટીના જૂઠા ઘોડાની સાથે બાળક પ્રગતિ કરે છે તે પણ દુઃખી છે તથા કોઈ સાચા ઘોડાની સાથે પ્રીતિ કરે છે તે પણ દુ:ખી છે કારણ તેમના ઘોડાને કોઈ તોડ-ફોડે તથા બીજા સાચા ઘોડાને પણ કોઈ ચારો-દાણો ન આપે વા મારે (તો તે બન્ને દુઃખી જ છે); તે જ પ્રમાણે કોઈ જો માટી-પત્થરની ચિત્ર-કાષ્ટની જૂઠી દેવમૂર્તિની સાથે પ્રેમ-પ્રીતિ કરે છે તે પણ દુ:ખનું જ કારણ છે તથા કોઈ સાચા સત્ય દેવની સાથે પણ પ્રેમ-પ્રીતિ કરે છે તે પણ દુઃખનું જ કારણ છે, અર્થાત્ સ્વસમ્યજ્ઞાનમય સ્વભાવવતુથી ભિન્ન થઈને પરવસ્તુની સાથે જે પ્રેમ-પ્રીતિ કરશે તે દુઃખાનુભવમાં લીન જ રહેશે.
જેમ એક પુરુષ, પાષાણ-ધાતુ-કાષ્ટ અને ચિત્રની દેવમૂર્તિને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com