________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
ॐ नमः
અથ વસ્તુસ્વભાવ વિવરણ સભ્યજ્ઞાનસ્વભાવમેં, લીન થયા જિનરાજ; ધર્મદાસ ક્ષુલ્લક કરે, નમું નમું નિશદિન જાસ.
મૂળ વસ્તુ બે છે, એક જ્ઞાન તથા બીજી અજ્ઞાન, વળી અજ્ઞાન વસ્તુ પાંચ છે પુદ્દગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ એ પાંચ દ્રવ્ય છે; તેમાં પુદ્દગલનો તો મૂર્તિક-આકાર છે તથા બાકીનાં ચાર દ્રવ્ય અમૂર્તિક-નિરાકાર છે તેમાં જ્ઞાનગુણ નથી. જીવ પણ અમૂર્તિક-નિરાકાર છે પરંતુ જેમ સૂર્યમાં પ્રકાશગુણ છે તેમ જીવમાં જ્ઞાનગુણ છે માટે જીવવસ્તુ ઉત્તમ છે, પણ જે જીવ, ગુરુઉપદેશથી પોતામાં પોતામય સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુને જાણી ગયો તે (જીવ) તો ઉત્તમ છે -પૂજ્ય છે માન્ય છે. ધન્યવાદ યોગ્ય છે. પરંતુ જેમ બકરાના મંડળમાં જન્મસમયથી જ પરવશતાથી કોઈ સિંહ રહે છે તે પોતાને સિંહસ્વરૂપ સમજતો નથી માનતો નથી, તે જ પ્રમાણે જે જીવ, અનાદિ કર્મવશ સંસારકારાગૃહમાં છે તે પોતાના પોતામાં પોતામય સમ્યજ્ઞાનમયી સ્વભાવગુણને તો જાણતો નથી માનતો નથી પણ અનાદિ કર્મવશ પોતાને આવો માને છે કે આ જન્મ, મરણ, નામ, અનામ, આકાર, નિરાકાર, તન, મન, ધન, વચન, વિચાર, બુદ્ધિ, સંકલ્પ, વિકલ્પ, રાગ, દ્વેષ, મોહ, કામ, કર્મ, ક્રોધ, માન, માયા, લોભ, અને પાપ-પુણ્યાદિક છે તે જ હું છું, અર્થાત્ સ્વરૂપજ્ઞાન રહિત છે તે જીવ તો છે પરંતુ અશુદ્ધસંસારી જીવ છે.
–
—
હવે એક, બે, સંખ્યાત, અસંખ્યાત, એકાંત, અનેકાંત, એક, અનેક, દ્વૈત, અદ્વૈત, આદિથી સર્વથા પ્રકારે ભિન્ન એક સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સભ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુ ચલાચલ રહિત છે. વિશેષ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com