________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ ]
[ સમ્યજ્ઞાન દીપિકા જેમ સૂર્યના પ્રકાશમાં દીપકનો પ્રકાશ પ્રસિદ્ધ છે તેમ સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનમય સ્વભાવસૂર્યના પ્રકાશમાં આ સમ્યજ્ઞાનદીપિકા નામનું પુસ્તક પ્રસિદ્ધ છે. ભલા ભાવથી પૂર્ણ પ્રસૂતિ (જન્મ) થઈ ચૂકયું છે. જેમ અંધભુવનમાં રત્ન પડયું છે ત્યાં રત્નનો વાંચ્છક પુરુષ દીપક હાથમાં લઈને તે અંધભુવનમાં રત્નને અર્થે જાય અને રત્નને જ ટૂંઢ તો તે પુરુષને નિશ્ચયથી રત્નલાભ થાય જ; તેવી જ રીતે આ ભ્રમઅંધકારમય ભુવન જગતસંસાર છે તેમાં તેનાથી અતન્મયરૂપ રત્નત્રયમય અમૂલ્યરત્ન પડયું છે તેને કોઈ ઈચ્છક ધન્ય પુરુષ-તેનો ઇચ્છક પુરુષ આ સમ્યજ્ઞાનદીપિકા નામના પુસ્તકને ગ્રહણ કરીને આ ભ્રમઅંધકારમય સંસારભુવનમાં તે સ્વભાવસમ્યજ્ઞાનમય-રત્નત્રયમય રત્નને તૂટે. તો તેને નિશ્ચયથી પોતાના પોતામાં પોતામય સ્વભાવ સમ્યજ્ઞાનાનુભવની પરમાવગાઢતા અચલ થશે; પણ કોઈ આ સમ્યજ્ઞાનદીપિકા નામના પુસ્તકથી તથા તેના સુંદર અક્ષર-શબ્દપત્ર-ચિત્રાદિકની સાથે પોતાના પોતામાં પોતામય સ્વભાવ સમ્યજ્ઞાન છે તેને સૂર્ય પ્રકાશવત્ એક તન્મયરૂપ સમજશે-માનશે-હેશે તેને આ સમ્યજ્ઞાનદીપિકા નામનું પુસ્તક ભણવા-વાંચવાથી સ્વભાવ સમ્યજ્ઞાનાનુભવની પરમાવગાઢતા-અચલતા નહિ થાય. [ચિત્ર ક્રમાંક : ૨૧]
જેમ કોઈને બારણાદ્વારા સૂર્યના દર્શનનો લાભ થાય છે તેવી રીતે કોઈ મુમુક્ષુને આ સમ્યજ્ઞાનદીપિકા નામના પુસ્તકથી નિશ્ચય સ્વસ્વભાવ સ્વસમ્યજ્ઞાનમયી સૂર્યના દર્શનનો લાભ થશે.
આ સમ્યજ્ઞાનદીપિકા નામનું પુસ્તક મેં બનાવ્યું છે તેમાં મૂળ હેતુ મારો આ છે કે-સ્વયં જ્ઞાનમય જીવ જે સ્વભાવથી તન્મયરૂપ છે તે સ્વભાવની સ્વ-ભાવના જીવથી તન્મયરૂપ અચલ થાઓ એ જ હેતુ અંત:કરણમાં ધારણ કરીને આ પુસ્તક બનાવ્યું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com