SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદજ્ઞાન વિવરણ ]. [ ૧૧૩ છે માટે આત્માને અને શબ્દ–બંધાદિકને ભેદ છે, તન-મન-ધન-વચન એ (પણ) આત્મા નથી, યથા (દોહરો) તનતા મનતા વચનતા, જડતા જડસેં મેલ; લઘુતા ગુરુતા ગમનતા, એ અજીવકા ખેલ. -સમયસાર નાટક. અર્થાત્ આત્મા અજીવ નથી માટે આત્માને અને એ તનઅનાદિકને ભેદ છે. | ભાવાર્થ:- જેમ સૂર્યના પ્રકાશને અને અમાવસ્યાની મધ્યરાત્રિના અંધકારને અત્યંત ભેદ છે, તે જ પ્રમાણે આત્મા અને અનાત્માને ભેદ છે; તન-મન-ધન-વચન કોઈ અન્ય છે અને આત્મા કોઈ અન્ય છે; મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અને અંતઃકરણ કોઈ અન્ય છે તથા આત્મા કોઈ અન્ય છે; તું-હું-આ-તે અને સોડવું એ કોઈ અન્ય છે તથા આત્મા કોઈ અન્ય છે; યોગ-યુક્તિ-જગત-લોકઅલોક કોઈ અન્ય છે અને આત્મા કોઈ અન્ય છે; બંધ-મોક્ષ-પાપપુણ્ય કોઈ અન્ય છે અને આત્મા કોઈ અન્ય છે; જૈન, વિષ્ણુ, બૌદ્ધ, નૈયાયિક-મીમાંસકાદિ, વેદાતિક કોઈ અન્ય છે અને આત્મા કોઈ અન્ય છે; તેરાપંથ, મેરાપંથ, તેનોપંથ, આનોપંથ, વીસપંથ, ગુમાનપંથ, નાનકપંથ દાદુપંથ અને કબીરપંથ ઇત્યાદિ પંથ એ બધા એક પૃથ્વી ઉપર છે તે પૃથ્વી કોઈ અન્ય છે, તથા આત્મા કોઈ અન્ય છે; જૈનમતવાળા, વિષ્ણુમતવાળા, શિવમતવાળા, વેદાંતમતવાળા, તેરાપંથમતવાળા, વીસપંથમતવાળા, અને ગુમાનપંથીમતવાળા એ બધા મતવાળા જે મદને પીને મતવાળા થયા છે તે મદ કોઈ અન્ય છે અને આત્મા કોઈ અન્ય છે. (દોહરો) ભેદજ્ઞાનસે ભ્રમ ગયો, નહિ રહી કુછ આસ; ધર્મદાસ લુલ્લક લિખે, અબ તોડ મોકી પાસ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008311
Book TitleSamaya Gyan Dipika
Original Sutra AuthorN/A
AuthorDharmadas
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1991
Total Pages153
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy