________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ ]
[ સમ્યજ્ઞાન દીપિકા દર્પણમાં પોતાનું મુખ જુઓ તોપણ સ્વમુખ તેવું જ છે, એ જ પ્રમાણે હું સ્વસમ્યજ્ઞાન! તું તને સંસાર-જગત, જન્મ-મરણ, નામ-અનામ, બંધ-મોક્ષ અને સ્વર્ગ-નરકાદિમાં ન દેખે તોપણ તું અનાદિ અનંત નિરંતર સમ્યગ્નાન જ છે, વળી હું સ્વસમ્યજ્ઞાન ? તું તને સૂર્ય પ્રકાશવત્ એક તન્મય તારા તારાપણાની જ અંદર તું જ તને દેખે તોપણ તું તેનો તે જ અનાદિ અનંત નિરંતર સ્વસમ્યજ્ઞાન જ છે.
જેમ કોઈ પોતાના હાથથી પોતાના જ સ્વસ્થાનમાં પોતાની જ નિજપેટી-તિજોરીમાં રત્ન રાખે, રાખીને પછી તે અન્ય વૃત્તિમાં લાગી જાય ત્યારે તે રત્નને ભૂલી પણ જાય છે પરંતુ જ્યારે યાદ કરે તે વેળા જ તે રત્ન તેને અનુભવમાં આવે છે, એ જ પ્રમાણે કોઈ શિષ્યને શ્રી સદ્દગુરુવચનોપદેશ દ્વારા અને કાળલબ્ધિ પાચકારા સ્વસ્વરૂપ સ્વસમ્યગ્નાનાનુભવ થવા યોગ્ય હતો તે થઈ ગયો પરંતુ જ્યારે અન્ય વૃત્તિમાં લાગી જાય ત્યારે તે સ્વસમ્યગ્નાનાનુભવને ભૂલી પણ જાય છે પરંતુ જ્યારે યાદ કરે ત્યારે સાક્ષાત્ તે સ્વાનુભવમાં આવે છે. તેનાં જ ત્રણ દષ્ટાંત છે કે-જેમ એક વાર ચંદ્રને દીઠા પછી ચંદ્રનો અનુભવ જતો નથી. એક વાર ગોળને ખાધા પછી ગોળનો અનુભવ જતો નથી તથા એક વાર ભોગ ભોગવ્યા પછી ભોગનો અનુભવ જતો નથી.
જેમ કોઈ દર્પણને સદાકાળે પોતાના હાથમાં રાખીને, દર્પણના પૃષ્ટભાગને (પાછલા ભાગને) વારંવાર દેખે છે, પણ એનાથી પોતાનું મુખ દેખાતું નથી; પરંતુ એ દર્પણના પૃષ્ટભાગને પલટી સ્વચ્છદર્પણમાં પોતાનું મુખ જુએ તો તુરત જ) સ્વમુખ દેખે; એ જ પ્રમાણે મિથ્યાદષ્ટિ, આ સંસાર તન-મન-ધન-વચનની તરફ અને તન-મનધન-વચનાદિનાં જેટલાં શુભાશુભ વ્યવહારક્રિયાકર્મ તથા તેનાં શુભાશુભ ફળ તરફ જુએ છે પણ એ રસ્તે સ્વસમ્યજ્ઞાન નથી દેખાતું, –નથી સ્વાનુભવમાં આવતું, પરંતુ આ સંસાર તન-મન-ધનવચનાદિની તરફ દેખવાનું છોડીને સ્વસમ્યજ્ઞાન તરફ નિશ્ચયથી દેખે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com