SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કેવળ દષ્ટાંત-સંગ્રહ પ્રારંભ હવે આગળ ફક્ત માત્ર દષ્ટાંત દ્વારા પોતાના પોતામાં પોતામય સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય સ્વભાવસૂર્યનો અચળ અનુભવ લેવો. નમો જ્ઞાનસિદ્ધાંતને, નમો જ્ઞાન શિવરૂપ; ધર્મદાસ વંદન કરે, દેખ્ય આત્માભૂપ. પ્રશ્ન:- સ્વસમ્યજ્ઞાન આત્મા કેવો છે અને તે કેવી રીતે પમાય ? તેનો ઉત્તર દષ્ટાંતદ્વારા કહે છે. આ આત્મા સ્વસમ્યજ્ઞાનમય ચૈતન્યસ્વરૂપ અનંતધર્માત્મક એક દ્રવ્ય છે, તે અનંતધર્મ અનંત નથી ગમ્ય છે, અનંત નય છે તે સર્વ શ્રુતજ્ઞાન છે, એ શ્રુતજ્ઞાનપ્રમાણથી અનંતધર્માત્મક આત્મા જાણીએ છીએ, માટે નયોવડ સ્વભાવ સમ્યજ્ઞાન વસ્તુ દર્શાવીએ છીએ, એ જ આત્મા, દ્રવ્યાર્થિકનયથી ચિન્માત્ર (ચૈતન્યમાત્ર) છે. દષ્ટાંતઃ- જેમ વસ્ત્ર એક જ છે તેમ સ્વભાવ સમ્યજ્ઞાનમય આત્મા એક છે. જેમ વસ્ત્ર, સુતર-તંતુ આદિ વડે અનેક છે, તે જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમય આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, સત્તા, ચેતન અને જીવવાદિથી અનેક છે. જેમ લોહમય બાણ પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી અસ્તિ છે, એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમય આત્મા પોતાના પોતામાં પોતામય પોતે જ દ્રવ્ય છે, પોતામાં જ પોતે રહે છે માટે પોતે જ ક્ષેત્ર (છે.) પોતે પોતામાં જ વર્તે છે માટે પોતે જ કાળ (છે), પોતે જ પોતાના સ્વભાવમાં છે માટે પોતે જ ભવ-ભાવથી અસ્તિ છે. જેમ લોહમય બાણ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવાદિ વડે નાસ્તિ છે, એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમય આત્મા, પરદ્રવ્ય-ક્ષેત્રકાળ-ભવ-ભાવાદિથી નાસ્તિ છે. જેમ દર્પણમાં સ્વમુખ ન જુઓ તોપણ સ્વમુખ છે, તથા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008311
Book TitleSamaya Gyan Dipika
Original Sutra AuthorN/A
AuthorDharmadas
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1991
Total Pages153
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy