________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
( [ સમ્યજ્ઞાન દીપિકા જ્ઞાનમયસૂર્ય પોતે પોતામાં પોતામય પોતાના ગુણસ્વભાવ, જ્ઞાનપ્રકાશથી ત્રણકાળમાં કોઈ પ્રકારથી પણ ભિન્ન થતો નથી.
જેમ પાકતી સીજાતી હાંડીમાંથી એક ચોખાનો દાણો જોઈને જો આ સીજી ગયો” (એવો નિશ્ચય આવ્યો તો બધાય ચોખાના દાણાનો નિશ્ચયાનુભવ થઈ જાય છે કે- “બધાય દાણા સીજી ગયા” એ જ પ્રમાણે અનંત ગુણમય સ્વસમ્યકજ્ઞાન પરમાત્માના એક પણ ગુણનો કોઈને ગુરુ ઉપદેશ દ્વારા અચલ અનુભવ થયો તો નિશ્ચય સમજવું કે પરમાત્માના જેટલા ગુણ છે તે સર્વ ગુણોનો તેને અચલ અનુભવ થઈ ચૂક્યો છે.
જેમ ઘટની પહેલાં કુંભકાર છે. તેમ તન-મન-ધન-વચન અને તન-મન-ધન-વચનના શુભાશુભ વ્યવહાર ક્રિયાકર્મની પહેલાં આદિનાથ સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા છે.
જેમ કુંભકાર ઘટ-ચકાદિકથી તન્મય થઈને ધટકર્મને કરતો નથી, તેમ જ સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા છે તે તન-મન-ધનવચનાદિકથી તન્મય થઈને શુભાશુભ વ્યવહારક્રિયા-કર્મ કરતો નથી.
જેમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા નય બે છે, જેમ સુવર્ણ સુવર્ણપણાવડ નથી ઉપજતું કે નથી વિણસતું, પણ તેનાથી જ તન્મયરૂપ કડા-કંકણાદિક પર્યાય વિણસે છે-ઉપજે છે, તે પણ કથંચિત પ્રકારથી; તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય પરમાત્મા સ્વસ્વભાવથી તો નથી ઉપજતો કે નથી વિણસતો, પણ તેનાથી જ તન્મયરૂપ જીવચેતનાદિ પર્યાય છે તે ઉપજે છે–વિણસે છે, તે પણ કથંચિત્ પકારથી.
જેમ સમુદ્ર, પોતાના જળસમૂહ વડે તો ઉત્પાદ-વ્યય અવસ્થાને પ્રાપ્ત થતો નથી, પણ પોતાના સ્વરૂપથી સ્થિર રહે છે; પરંતુ ચારે દિશાઓના પવનથી કલ્લોલોનો ઉત્પાદ-વ્યય થાય છે તો પણ તે સદાય નિત્ય ટંકોત્કીર્ણ જેવો ને તેવો છે. તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનાર્ણવ કવલ જ્ઞાનમય સમુદ્ર, પોતાના સ્વગુણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com