________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ] નથી તો તે ધૂળધોવાનું ઇચ્છામાં આવે તેટલું કષ્ટ કરે તો પણ તેને કદી પણ સુવર્ણ લાભ થતો નથી. તે જ પ્રમાણે મુનિ, સાધુ, સંન્યાસી, ભોગી, જોગી કે ગૃહસ્થ આદિ કોઈ સ્વસમ્યજ્ઞાનમય પરમાત્માને તો જાણતા નથી અને વ્રત, જપ, તપ, ધ્યાન, દાન, પૂજાદિક ઘણા પ્રકારના કષ્ટ કરે છે તો ભલે કરો પરંતુ તેને કદી પણ સ્વસમ્યજ્ઞાનમય પરમાત્માનો લાભ થતો નથી.
જે યતિ, વ્રત, યોગી, જંગમમુનિ, પરમહંસ, ભોગી, અને, ગૃહસ્થ, આદિ, વેષમાં સ્વસમ્યજ્ઞાનાનુભવ અચળ થયો તે યતિ, વતી, યોગી, જંગમમુનિ, પરમહંસ, ભોગી અને ગૃહસ્થને ધન્ય છે ! ધન્ય છે! ધન્ય છે!! હજાર વાર ધન્ય છે !!!
જેમ અગ્નિ દ્રવ્ય છે અને તેમાં ઉષ્ણતાનો ગુણ છે. હવે જો તે અગ્નિ, ઉષ્ણ ગુણથી ભિન્ન થાય તો તે ઈંધણને સળગાવી શકે નહીં તથા જો કદી અગ્નિથી ઉષ્ણગુણ ભિન્ન થાય તો તે શી રીતે સળગાવે? વળી અગ્નિ જો ભિન્ન થયો તો પછી ઉષ્ણગુણ કોનાઃ આશ્રય રહે? નિરાશ્રય થયેલો તે (ઉષ્ણગુણ) સળગાવવાની ક્રિયાથી રહિત થાય, (કારણ ) ગુણ-ગુણી એકબીજાથી જુદાં થતાં તે કાર્ય-કારણપણાને અસમર્થ છે. પણ જો બન્નેની એકતા-તન્મયતા થાય તો તે સળગાવવાની ક્રિયામાં સમર્થ થાય. એ જ પ્રમાણે સદ્ગુરુ ઉપદેશથી કેવલ જ્ઞાનગુણીની અને તેના દેખવા-જાણવારૂપ ગુણની એમ બન્નેની એકતા-તન્મયતા થાય ત્યારે તે સહજસ્વભાવથી જ અષ્ટકર્મકાષ્ટને સળગાવવાની ક્રિયામાં સમર્થ થાય.
જેમ સૂર્યને મેઘપટલ આચ્છાદિત થવાથી પ્રભા રહિત કહીએ છીએ પરંતુ તે સૂર્ય પોતાના સ્વભાવથી તો તે પ્રભાથી ત્રણકાળમાં ભિન્ન થતો નથી, તે જ પ્રમાણે સ્વસમ્યક કેવળજ્ઞાનમય સૂર્ય કર્મભ્રમ વા દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મસ્વરૂપ વાદલપટલથી આચ્છાદિત થતાં તેને જ્ઞાનપ્રભારહિત કહીએ છીએ પરંતુ તે સ્વસમ્યક્ કવળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com