________________
૫૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના પરમેશ્વર (સર્વ સામર્થ્યના ધરનાર) આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને (-તેમાં તન્મય થઈને) જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો, તે હું એવો અનુભવ કરું છું કે : હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે; ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું; નર, નારક આદિ જીવન વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષસ્વરૂપ જે વ્યાવહારિક નવ તત્ત્વો તેમનાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકdભાવરૂપ ભાવ વડે, અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું; ચિન્માત્ર હોવાથી સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી માટે હું દર્શનજ્ઞાનમય છું; સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા છતાં પણ સ્પર્શારિરૂપે પોતે પરિણમ્યો નથી માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જોકે (મારી) બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્કુરાયમાન છે તોપણ, કોઈ પણ પારદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા શેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે; કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઉખાડીને-ફરી અંકુર ન ઊપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે.
ભાવાર્થ-આત્મા અનાદિ કાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો, તે શ્રી ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, દર્શનશાનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો, ભાવકભાવ ને શેયભાવથી ભેદજ્ઞાન થયું, પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી; હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય? ન થાય.
પ્રવચન નં. ૧૦૮ ગાથા - ૩૮ તા. ૧૪-
૧૭૮ શનિવાર આસો સુદ-૧૩ સં. ૨૫૦૪ સમયસાર ગાથા-૩૮ છે ઉસકા શ્લોક,
अहमेक्को खलु सुद्धो दंसणणाणमइओ सदारूवी। ण वि अस्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि।।३८ ।।
(હરિગીત) હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે;
કંઇ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮. ટીકાઃ- જે આ આત્મા અનાદિ મોહરૂપ અજ્ઞાનસે અનાદિ કાલકા આત્મા હૈ એ અનાદિસે રાગદ્વેષ આદિ વિકાર પરિણામ ઉસકા મોહમેં, ઉસકી એકતાબુદ્ધિમેં અજ્ઞાન થા અનાદિસે અપના સ્વરૂપ ચિદાનંદ પ્રભુ ઉસકો ભૂલકર, આહાહા.. મોહરૂપ અજ્ઞાનસે, મોહોન્મત મૂળ તો