________________
૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વસ્તુ શ્રદ્ધા ગુણ હૈ કે નહીં ત્રિકાળ? જ્ઞાનગુણ ત્રિકાળ હૈ કે નહીં? આનંદ ગુણ ત્રિકાળ હૈ કે નહીં? ચારિત્ર ગુણ વીતરાગ ગુણ ત્રિકાળ હૈ કે નહીં? તો એકેક ગુણસે દેખો તો યહ પરિપૂર્ણ ગુણસે પરિપૂર્ણ હૈ. રાજમલજી! આવો માર્ગ છે ભાઈ ! આહાહા ! (શ્રોતા:- આ નવી વાત આવી) પણ અહીંયા તો ઐસા કહેના હૈ કે પૂરણ સમ્યક શ્રદ્ધા ગુણ આત્મા પૂરણ હૈ તો ઈસકી પ્રતીતિ કિયા વો ભી આત્મા હૈ, કયું કહા યહ? કે નવ તત્ત્વકી શ્રદ્ધા વો આત્મા નહીં, યે અનાત્મા હૈ. ભાઈ ! નવ તત્ત્વના ભેદવાળી શ્રદ્ધા એ રાગ હૈ, રાગ એ આત્મા નહીં, એ અનાત્મા હૈ. આહાહાહા ! ભગવાન આત્મા પૂરણ શ્રદ્ધા ગુણ સંપન્ન ત્રિકાળ વસ્તુ ભગવાન એની પ્રતીતિ શ્રદ્ધા એ પર્યાય આત્મા હૈ. નવ તત્ત્વકી શ્રદ્ધાકા રાગ એ આત્મા નહીં. એ બતાના હૈ યહાં સમજમેં આયા? આ રે પ્રભુનો માર્ગ તો એટલો ગંભીર લાગે છે અંદર. આહાહા ! શૈલી વીતરાગની બહુ અલૌકિક વાતો છે. આહાહા! અને તે આ સંતો દિગંબર સંત સિવાય આવી વાત ક્યાંય છે નહીં, હું નહીં, પણ એને સમજનારા સંપ્રદાયમાં પડયા એને પણ એની ખબર ન મળે. આહાહા!
કહેતે હૈ કે “પૂર્ણજ્ઞાનઘન એવ” જિતના સમ્યગ્દર્શન હૈ ઉતના આત્મા હૈ. આહાહાહા! અર્થાત્ જે પૂર્ણજ્ઞાનઘન, પૂર્ણ શ્રદ્ધાધન ઐસી જો પ્રતીતિ હુઈ ઉસકા ધ્યેયસે જો પ્રતીતિ હુઈ એ પ્રતીતિ આત્મા હૈ. નવ તત્ત્વકી પ્રતીતિ હુઈ વો આત્મા નહીં, ઓ તો રાગ હૈ, યે અનાત્મા હૈ. આહાહા ! સમજમેં આયા? વો કારણસે ત્રિકાળી જ્ઞાયક ભાવકી પ્રતીતિ અંદર શેય બનાકર જ્ઞાન હોકર પ્રતીતિ હુઈ એ આત્મા હૈ, યે આત્માકી પર્યાય આત્મા હૈ. રાગ એ આત્મા નહીં. નવતત્ત્વકી શ્રદ્ધા વો આત્મા નહીં એમ કહેતે હૈ. આહાહાહા ! આ ભેજવાળી નવતત્ત્વની (શ્રદ્ધા હોં). મોક્ષમાર્ગ પ્રકાશકમાં નવતત્ત્વની શ્રદ્ધા જે કીધી છે તે અભેદ છે એ સમ્યગ્દર્શન “તત્ત્વાર્થ શ્રદ્ધાને સમ્યગ્દર્શન” જે ઉમાસ્વામીએ કહા એ પણ અભેદની દૃષ્ટિ, સમ્યગ્દર્શન હૈ નિશ્ચય. એ આત્માકા પરિણામ હૈ. આહાહાહા ! યહાં તો ઓલા નવ તત્ત્વોનો ભેદ હૈ ને જીવ, અજીવ, આસ્રવ આદિ તો એ હૈં ઐસી શ્રદ્ધા કરને જાતે હૈ તો ઉસકો વિકલ્પ ઉઠતે હૈ, રાગ આતા હૈ, રાગકો ત્યાં વ્યવહાર શ્રદ્ધા કહેનેમેં આયા હૈ. આહાહા ! તો એ આત્મા નહીં. આહાહાહા !
ભગવાન આત્મા અપના પૂરણ સ્વરૂપ એકરૂપ ઉસકી પ્રતીતિ ને જ્ઞાન કરનેસે જો પરિણામ હુવા એ પરિણામ આત્મા હૈ. યહાં પરિણામ હૈ યે તો વ્યવહારનયકા વિષય હૈ, સમજમેં આયા? પણ યહાં જો પરિણામ હૈ ઉસકા વિષય જો પરિપૂર્ણ હૈયે ઉપર ઉસકા ધ્યેય હૈ. વો કારણસે વો પરિણામકો આત્મા કહા. કયોંકિ નવતત્ત્વોની શ્રદ્ધા ને વ્યવહારશ્રદ્ધા જિતની હૈ એ બધી વ્યભિચાર આતા હૈ, ઉસમેં રાગ આતા હૈ. આહાહાહાહા! ભાવાર્થમેં કહેગા. સમજમેં આયા? અને આ તો અવ્યભિચારી ભગવાન આત્મા એ પૂર્ણ જ્ઞાનઘન, પૂર્ણ આનંદઘન, સુખનો વૃંદ પ્રભુ એકલો સાગર આખો ડુંગર એકરૂપ ઉસકા જ્ઞાન કરકે પ્રતીતિ કરના એ સમ્યગ્દર્શનકી પર્યાય એ આત્મા હૈ. (શ્રોતા:- પર્યાય આત્મા કેમ થઈ જાય?) કહા ને કી યે રાગકો આત્મા નહીં કહા માટે પર્યાયકો આત્મા કહા. વ્યવહારકી શ્રદ્ધા કે આત્મા નહીં, યે કારણે ઉસકો યહાં આત્મા કહા. નિર્વિકલ્પ પર્યાય હુઈ હૈ. આહાહાહા ! માર્ગ તો અત્યારે ક્યાંય... જગતને આકરો પડે એવો છે શું થાય ભાઈ ?