________________
ગાથા ૩૨
૪૩૭
સ્વભાવકા અનુસરણ કરકે રાગકો ઉપશમ કર દિયા. ક્ષપક પીછે આયેગા. એવી શૈલી લીધી છે. આહાહા ! ઐસા ‘દ્વેષ ’કા લે લેના. સમકિતીકો ભી દ્વેષકા અંશ આતા હૈ. આહાહા... મુનિકો ભી દ્વેષકા અંશ આતા હૈ. આ નહીં, આ હૈ, આ હૈ ઐસા વિકલ્પ રાગ હૈ, અને આ નહીં હૈ ઐસા વિકલ્પ દ્વેષ હૈ. ( શ્રોતાઃ– સત્ય નિરૂપણ કરે છે દ્વેષ શાનો ? )વિકલ્પ હૈ, સ્થાપન કરે છે ને. શાતા જ્ઞાનરૂપ કહાં રહ્યા ત્યાં ? ઐસા અંશ આતા હૈ. એકસો તેતાલીસમાં લિયા હૈ પાછળ કર્તાકર્મમાં એ સ્થાપે ત્યાં સુધી હજી દ્વેષ અંશ હૈ, એકસો તેતાલીસ કર્તા કર્મ, હૈ સબ સમયસારમેં તો બહોત ભર્યા હૈ, સારા દરિયા હૈ. એકેક પંકિત ને એકેક ગાથા, અજોડ ચક્ષુ. ભગવાનના શ્રીમુખે નીકળેલી દિવ્યધ્વનિ એ સંતો, એ દ્વારા વાત કરતે હૈ. આહાહા !
–
કહેતે હૈ કે દ્વેષ, એમ ‘ક્રોધ ’–ક્રોધ ભી આતા હૈ સમકિતીકો, એકતાબુદ્ધિ તૂટ ગઈ હૈ, પણ અસ્થિરતાકા ક્રોધ આતા હૈ, એ ભાવ્ય કહેનેમેં આતા હૈ, ક્રોધકા ઉદય હૈ એ ભાવક અને ઉસકે લાયક આ અપની પર્યાય અનુસ૨કે હોતા હૈ એ ક્રોધ, ઉસકો ઉપશમ કરકે સ્વભાવકી એકતા વિશેષ કરકે, સ્વભાવકા અનુસરણ વિશેષ કરકે દાબ દેના એ દૂસરી સ્તુતિ હૈ. એ ભગવાન આત્માકી સ્તુતિકી અધિક દશા એ દૂસરી સ્તુતિ હૈ. દૂસરા નંબ૨કી એમ નહીં, અધિક હૈ. આહાહાહા ! અરે આ ક્યાં બાપા.
એમ ‘માન’ ‘માન' પણ આતા હૈ જરી. સમજમેં આયા ? કાલ તો દૃષ્ટાંત દિયા થા ને નેમનાથ ભગવાનકા, ભગવાન હૈ તીન જ્ઞાનકા ધણી હૈ, ક્ષાયિક સમકિતી હૈ. સભા ભરી હતી યોદ્ધાઓની ઉસમેં ચર્ચા હોતે હોતે હોતે કોઈ કહે પાંડવ જોદ્ધા હૈ. કોઈ કહે ભીમ ઐસા હૈ, કોઈ કહે અર્જુન ઐસા હૈ. કોઈ કહે ફલાણા ઐસા હૈ, કોઈ ઐસે–બોલ્યા સબ હૈ મગર દેખો ભગવાન બિરાજતે હૈ વહાં ગૃહસ્થાશ્રમમેં ઉસકા બળ દૂસરી તરઠકા હૈ, ઐસા બળ કોઈકા નહીં. તો ભગવાને સભામાં પગ નીચે મૂક્યો કે હલાવો, કૃષ્ણ આયા, હલે ક્યાંથી ? એટલું ‘માન’ આહાહા... ટીંગાઈ ગયા પગ ઉપર, પણ હલે નહીં- આત્માના બળની તો કયા વાત કરના ? આહાહા ! તો ઐસા કોઈ ‘માન’ આતે હૈ. ‘માન' કા ઉદય ભાવક–ને ઉસકે અનુસારે હોતે હૈ. ઉસકો સ્વભાવકા વિશેષ અનુસરણ કરકે દાબ દેના. સમજમેં આયા ? કહો, રતિભાઈ ! આવું છે આ.
એમ ‘માયા’ કપટ, માયાકા ઉદય હો ત્યાં ભાવક, આ બાજુ અનુસરણ કરકે જરી માયા આ જાતી હૈ સમકિતીકો જ્ઞાનીકો ભી, માયા શલ્ય નહીં. માયા કી અસ્થિરતા, સમકિતીકો, જ્ઞાનીકો, આહાહાહા... ઉસકો ૫૨કા અનુસરણમેં જો થા એ અહીંયા સ્વભાવ ત૨ફ અનુસરણ બઢા દેના ઉસસે ઓ દબ જાતી હૈ. માયા ઉપશમ હો જાતી હૈ-( શ્રોતાઃ– મુનિ દશામાં માયા કયા પ્રકા૨ની હશે ?) અસ્થિરતાની. ( શ્રોતાઃ- પણ કયા પ્રકારની) અસ્થિરતાની એમ કહેનેમેં આયા દૂસરા કયા કહે ? શલ્ય નહીં. મિથ્યાદર્શન નિદાન શલ્ય, માયા શલ્ય એ શલ્ય નહીં- પણ માયાકા ભાવ જરી આતે હૈ, એ ભાવ્ય હૈ. ઉસકો નિમિત્તકે અનુસરણ કરનેકા ભાવ મેં જો થા ભાવ્ય માયા, એ ન હોને દેના અને અપના જ્ઞાયક સ્વભાવ તરફકા વિશેષ, અધિક અનુસરણ કરના, એ દૂસરા પ્રકારકી સ્તુતિ હૈ. આ તો ભાષામેં જે આતે હૈ એ બરોબર તોળી તોળીને સમજના ચાહીયે. ફેરફાર કાંઈ હોતે નહીં. આહાહા... આવો માર્ગ છે. આ ત્યાં લે જાના હૈ ને