________________
ગાથા – ૩૧
४०3 સર્વજ્ઞનું કહેલું એ આ તત્ત્વ છે, બાપુ. આહાહા !
વિભાગ અસ્ત હો ગયા હૈ, કયા કહા? એક કોર જ્ઞાયક ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ચૈતન્ય વિલાસી આનંદનો નાથ પ્રભુ અને એક બાજુ શરીર, વાણી, મન, ઇન્દ્રિય, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેવ, ગુરુ બે સ્વપર ભિન્ન હૈ, એ અનાદિ રાગકે વશ હોકર ભિન્નતા અસ્ત હો ગઈ હૈ, ભિન્નતા અસ્ત હો ગઈ. એકતા પ્રગટ હો ગઈ. આહાહા...
એ દેવ પણ મારા છે, ગુરુ મારા છે. (શ્રોતા:- બેની એકતા થઈ ગઈ) એકતા હૈ. આકરું કામ છે પ્રભુ! શું થાય? એ શેયમાં જાય છે. દેવ સર્વજ્ઞ ત્રિલોકનાથ અને ગુરુ નિગ્રંથમુનિ સંત દિગંબર અને શાસ્ત્ર ભગવાને કહેલાં એ પરમાગમ. આહાહા ! એ પરવસ્તુ અને સ્વઆત્મા એની ભિન્નતા, રાગને વશ હોકર દોકી ભિન્નતા આથમી ગઈ હૈ. અસ્ત હો ગઈ હૈ. ભિન્નતા ઉસકી પાસ રહી નહિ. ઝીણું છે. બાલચંદજી! આહાહા ! હૈ? સ્વપરકા વિભાગ, સ્વારકા વિભાગ, સ્વ જ્ઞાયક અને પર રાગાદિ, દેવ, ગુરુ આદિ. સ્વારકા વિભાગ, સ્વપરથી જુદાઈ અસ્ત હો ગઈ હૈ. અર્થાત્ જો આત્માને સાથ ઐસી એકમેક હો રહી હૈ, કે ભેદ દિખાઈ નહીં દેતા. આહાહા... સમજાણું? ઓલામાં લેશે નિકટતા, ગ્રાહ્ય ગ્રાહકમાં છે ને ભાઈ? ત્યાં નિકટતા ત્યાંય નિકટતા લીધી છે ને ભાઈ. ૨૯૪ (ગાથામાં) ચૈત્ય ચેતકની અત્યંત નિકટતા એ પાઠ છે ત્યાં, ભગવાન આત્મા ચેતક જાણનાર અને રાગ ને દેવ, ગુરુ, શાસ્ત્ર આદિ એ ચૈત્ય છે. જાણવા લાયક, જાનનેવાલા ભગવાન અને એ જાનને લાયક. આહાહા !દોકી અતિ નિકટતાને કારણે, જાણે જણાવા લાયક વસ્તુ મેરી હૈ ઐસે અજ્ઞાનીકો હો ગઈ. આહાહા... મીઠાલાલજી! ઝીણી વાતું બહુ બાપુ. આહાહા !
અને ભાન હુએ પીછે પણ, સમ્યગ્દષ્ટિકો, જ્ઞાનીકો ઇન્દ્રિયકા પરના આશ્રયે રાગ હોતા હૈ, જ્ઞાનીકો ભી રાગ હોતા હૈ, પણ એ રાગ અપની જ્ઞાનધારામેં ન ગોઠવતાં, જ્ઞાનધારા અને રાગધારા ભિન્ન રાખતે હૈ. કર્મધારા આતા હૈ ને ૧૧૦ કળશ, ૧૧૦ કળશ. આહાહા.... સમકિતીકો ભી અનુભવીકો ભી અરે સાચા સંતોકો ભી, આહાહા.. પર ઇન્દ્રિયના લક્ષવાળો રાગ આતા હૈ. આહાહા ! એ દુઃખ હૈ આનંદસે વિપરીત હૈ. આહાહા! ઐસા જ્ઞાનીકો આતા હૈ પણ પરકો પર તરીકે જાનતે હૈ. સમજમેં આયા? વેદનમેં ભી દુઃખ આતા હૈ, કર્મધારા કહી ત્યાં. આહાહાહા ! ક્ષાયિક સમકિત હો, પરસે ભિન્ન કરકે એકલા જ્ઞાયકકો અનુભવ હો, અપ્રતિહત ક્ષાયિક થયું હોય, ઉસકો ભી રાગ આતા હૈ. યે કર્મધારા સાથમેં હોતી હૈ. અને કર્મધારાકા વેદન ભી હૈ. આહાહા ! આકરું કામ ભાઈ ! એ આત્માકા, જ્ઞાનકા વેદન ભી હૈ ઔર અપૂર્ણ દશા હૈ, ને પૂર્ણ નહિ, એથી રાગ આયા એ શેય તરીકે હોં.
છતાં દુઃખના વેદન હૈ. આ વાત કઠણ પડ જગતને. સમજમેં આયા? ભિન્ન પાડયું, ભિન્ન પાડવા છતાં, રાગ બાકી અંદર આતા હૈ, વીતરાગ નહિં એટલે રાગ આતા હૈ, સાધક હુવા, અનુભવ હુવા, શેયસે જ્ઞાયક ભિન્ન મેરી ચીજ ઐસા અનુભવમેં આયા. છતેં જબલગ વીતરાગતા ન હો તબલગ જ્ઞાનીકો ભી રાગ, રાગ કહો કે દુઃખ કહો, આહાહા... આતા હૈ. ત્યાં તો કહાને ભાઈ ૧૧૦ કળશમાં રાગ, દુઃખ અને આત્માકા ભાનનો આનંદ એક સાથ રહેનેમેં વિરોધ નહિ. ત્યાં લિયા હૈ ૧૧૦ કળશમેં મિથ્યાશ્રદ્ધા અને સભ્યશ્રદ્ધા દોકો એક સાથ રહેનેમેં