________________
ગાથા - ૩૧
૪૦૧ જ્ઞાયક આવ્યું? સંકરદોષ, સંકરદોષનો અર્થ બેનું એકપણું, બેના સંબંધનું એકપણું, સંયોગ સંબંધ, સંકરસંબંધ, આહાહા... બેની એકતાની માન્યતા એના દોષનું નિરાકરણ કરે છે અહીંયા. આહાહા... છે? એમ કરીને સ્તુતિ કરતે હૈ, તીર્થકર કેવળીની સ્તુતિ, ભાષા ઐસી હૈ, પણ એ તીર્થકર કેવળીની સ્તુતિનો અર્થ, અપના આત્મા જો જ્ઞાયક સ્વરૂપ પૂર્ણાનંદ હૈ. ઉસમેં એકાગ્ર હોના યે તીર્થકર ને કેવળીની સ્તુતિ છે. આહાહાહા.... આવી વાત. જગત સમાજને કઠણ પડે શું થાય ? આહા... સંકરદોષકા પરિહાર કર તીર્થકર કેવળીની સાચી સ્તુતિ એમ છે ને ભાઈ બાબુભાઈ ? તો તીર્થકર કેવળી તો પર છેને, વાત કરશે, અહીંયા આત્માની. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ. આહાહા... એની સન્મુખ થઈને એમાં એકાગ્રતા કરવી એ તીર્થકર ને કેવળીની સ્તુતિ કહેવાય છે. આહાહા! સમજાય છે કાંઈ ? એ વાત અહીંયા કહેગા, હૈ? સંકરદોષકા પરિહાર કરકે, કેની સ્તુતિ? તીર્થકર કેવળીની, તીર્થકર કેવળીની અર્થાત્ આત્માની. આહાહા !
जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं खलु जिदिंदियं ते भणंति जे णिच्छिदा साहू ।।३१।।
(હરિગીત) જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને,
નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧. શબ્દાર્થ: ગાથાર્થ લઈએ, આ તો ૧૯ મી વાર વંચાય છે. ૧૮ વાર તો આખું સમયસાર સભામાં વંચાઈ ગયું છે. ( શ્રોતા:- ઓગણીસમી વાર જાદી રીતે વંચાય છે) ૧૯ માં ૯ આવ્યો ને (શ્રોતાઃ- ન ફરે એવો એકડો ને પછી નવડો આત્મા કોઈ દિ' ન ફરે એવો) હા, એવો. આહાહાહા ! ગાથાર્થ સૂક્ષ્મ છે ભાઈ, આ ગાથા જ બરાબર આવ્યા છે બરાબર અનુકૂળમાં. આહાહા! એવી છે. જે ઇન્દ્રિયોંકો જીતકર ઉસકા અર્થ તીન ઇન્દ્રિયકા, અર્થ તીન, દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભગવાન દેવ ગુરુ શાસ્ત્ર સ્ત્રી કુટુંબ પરિવાર સબ ઇન્દ્રિય. આહાહા... ઉસકો જીતકર અથવા એ તરફકા આશ્રય અને લક્ષ છોડકર. આહાહાહા ! જ્ઞાન સ્વભાવે અધિક જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એ પરસે જુદા-જુદો અધિક ભિન્ન પરિપૂર્ણ. આહાહાહા ! કયા કહા? ઈદ્રિયકો જીતકર બહુ ટુંકામાં પણ ઘણું ગંભીર કહેશે. ટીકા આવશે. આ જડ ઇન્દ્રિય, ભાવેન્દ્રિય જે એક એક વિષયકો ખંડ ખંડ જ્ઞાન બતાવે ઔર દેશ, કુટુંબ, સ્ત્રી, પરિવાર, આબરુ, પૈસા, દેવ ગુરુ ને શાસ્ત્ર સબકો અહીંયા તો ઇન્દ્રિય કહા હૈ. સમજમેં આયા? આહાહાહાહા !
ઉસકો જીતકર અર્થાત્ ઉસસે ભેદ કરકે, આહાહા... જ્ઞાન સ્વભાવ અધિક, ભગવાન આત્મા, જ્ઞાન સ્વભાવથી પરશેયથી ભિન્ન, અધિક, જુદા, પરિપૂર્ણ. આહાહા.. જ્ઞાન સ્વભાવકે દ્વારા અન્ય દ્રવ્યસે અધિક, આહાહાહા.. અન્ય દ્રવ્યસે જુદા, ભગવાન અને ભગવાનની વાણીથી પણ પ્રભુ જુદો, આહાહા... આત્માકો જાનતે હૈ. અપના ભગવાનકો અન્ય દ્રવ્યસે ભિન્ન, અધિક, જુદો, અપના પરિપૂર્ણ આત્માકો જાનતે હૈ, અનુભવતે હૈ, વેદતે હૈ, મનુતેમાનતે હૈ, જાનતે હૈ, વેદતે છે. આહાહા !..