SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૨૭ થી ૩૦ શ્લોક – ૨૫-૨૬ ૩૮૫ तथा हि इणमण्णं जीवादो देहं पोग्गलमयं थुणित्तु मुणी। मण्णदि हु संथुदो वंदिदो मए केवली भयवं ।।२८।। इदमन्यत् जीवाद्देहं पुद्गलमयं स्तुत्वा मुनिः। मन्यते खलु संस्तुतो वन्दितो मया केवली भगवान् ।।२८।। यथा कलधौतगुणस्य पाण्डुरत्वस्य व्यपदेशेन परमार्थतोऽतत्स्वभावस्यापि कार्तस्वरस्य व्यवहारमात्रेणैव पाण्डुरं कार्तस्वरमित्यस्ति व्यपदेशः, तथा शरीरगुणस्य शुक्ललोहितत्वादेः स्तवनेन परमार्थतोऽतत्स्वभावस्यापि तीर्थकरकेवलिपुरुषस्य व्यवहारमात्रेणैव शुक्ललोहितस्तीर्थकरकेवलिपुरुष इत्यस्ति स्तवनम्। निश्चयनयेन तु शरीरस्तवनेनात्मस्तवनमनुपपन्नमेव। આ જ વાત હવેની ગાથામાં કહે છે જીવથી જુદા પુદ્ગલમયી આ દેહને સ્તવીને મુનિ માને પ્રભુ કેવળીતણું વંદન થયું, સ્તવના થઈ. ૨૮. ગાથાર્થ-[ નીવાત અન્યત્]જીવથી ભિન્ન[ રૂદ્રમપુનમય વેદ] આ પુદ્ગલમય દેહની [ સ્તુત્વા] સ્તુતિ કરીને [ નિઃ] સાધુનું મુખ્યત્વે ૨૩]એમ માને છે કે મયા]મેં [વતી ભવાન] કેવળી ભગવાનની [ સ્તુત:] સ્તુતિ કરી, [વન્વિતઃ] વંદના કરી. ટીકા- જેમ, પરમાર્થથી જેતપણું સુવર્ણનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું “શ્વેત સુવર્ણ' એવું નામ કહેવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કહેવામાં આવે છે; તેવી રીતે, પરમાર્થથી શુકલ-રકતપણું તીર્થંકરકેવળીપુરુષનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, શરીરના ગુણો જે શુકલ-રકતપણું વગેરે, તેમના જીવનથી તીર્થંકર-કેવળીપુરુષનું “શુકલ-રકત તીર્થંકર-કેવળીપુરુષ' એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કરવામાં આવે છે. પરંતુ નિશ્ચયનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી. ભાવાર્થ- અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહારનય તો અસત્યાર્થ કહ્યો છે અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રયે જડની સ્તુતિનું શું ફળ છે? તેનો ઉત્તર-વ્યવહારનય સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહ્યો છે. વળી છદ્મસ્થને પોતાનો, પરનો આત્મા સાક્ષાત્ દેખાતો નથી, શરીર દેખાય છે, તેની શાંતરૂપ મુદ્રાને દેખી પોતાને પણ શાન્ત ભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે; તથા શાન્ત મુદ્રા દેખી અંતરંગમાં વીતરાગ ભાવનો નિશ્ચય થાય છે એ પણ ઉપકાર છે. તથા દિतं णिच्छये ण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो। केवलिगुणे थुणदि जो सो तचं केवलिं थुणदि।।२९ ।।
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy