________________
૩૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કા૨ણો તો બધા આવા હોય ને આવા હોય, પણ આ કા૨ણ હૈ ભક્તિ કરવી ને પૂજા કરવી ને બધું કરવું એનાથી સમકિતની ઉત્પત્તિ થાય આવા બધા શિક્ષણ આપે. આહાહા !
મંદિર બનાવવા ને મંદિ૨કા દર્શન ક૨વા ને એ બધા સમ્યકા કારણ હૈ, ઐસા શીખવે, અરે પ્રભુ શું કરે છે વાત ભાઈ મંદિર તો ઠીક, મંદિર તરફકા ભાવ હૈ રાગ એ બી ઠીક, એ ભી ભિન્ન, પણ અંદ૨મેં વિકલ્પ ઊઠે કે મૈં આત્મા ઔર અનંત ગુણરૂપ, આહાહાહા... ઐસે વિકલ્પ ઊઠે ઉસસે ભી તો પ્રભુ તુમ એકત્વ તો કભી હુઆ નહીં. આહાહાહા ! રાગ, રાગરૂપે રહા, ભગવાન શુદ્ધરૂપે રા યહાં તો. આહાહા ! સાવધાન થા ! આહાહા ! ગજબ બાત હૈ! સંતોની દિગંબર સંતોની વાણી તો જુઓ. આહાહા ! સમય વર્તે સાવધાન ! નથી કહેતા ? લગ્ન આવે ત્યારે, લગ્નનો પ્રસંગ હોય કન્યાનો પ્રસંગ, સાડા આઠ બજ ગયા, ટાઈમ હો ગયા લાઓ, સમય વર્તે સાવધાન, કન્યાને લાવો. અહીં સમય વર્તે સાવધાન ! તે૨ા સમય સમયસાર આત્મા રાગસે ભિન્ન હૈ, સાવધાન હો જા. આહાહા... આવું કઠણ પડે લોકોને. વ્યવહાર સાધનથી થતું હોય ને ? વ્યવહાર સાધન એ હૈ હી નહીં. આહાહા... સમજમેં આયા ?
ઈસ પ્રકા૨ અનુભવ કર, ઔર સ્વદ્રવ્યકો હી યહ મેરા હૈ, મૈં તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ સ્વદ્રવ્ય હી મેરા હૈ. રાગ આદિ એ બધા પરદ્રવ્ય હૈ ઔર સ્વદ્રવ્ય ને ૫૨દ્રવ્ય એક કભી હુઆ નહીં. સાવધાન હોકર યહ સ્વદ્રવ્ય મેરા હૈ ઐસા અનુભવ કર. આહાહા ! એ બે લીટીમાં તો આવી વાત છે. ઉપાદાન-નિમિત્તના ઝઘડા નિમિત્ત હોય તો થાય, નિશ્ચય વ્યવહારના ઝઘડા, વ્યવહા૨થી નિશ્ચય થાય, અરેરે પ્રભુ શું કરે છે તું ? નિમિત્ત એ ૫૨દ્રવ્ય, ઉપાદાન સ્વદ્રવ્યની પર્યાય હોતી હૈ ત્યારે નિમિત્ત હો, પણ પદ્વવ્યસે ઉસમેં હોતા હૈ કાંઈ ઐસા નહીં, એમ વ્યવહા૨ હો, રાગરૂપ વ્યવહાર હો પૃથક, પણ ઉસસે ભગવાન આત્મા ભિન્ન હૈ, રાગસે તો આત્માકો કાંઈ લાભ હોતા હૈ, ઐસા હૈ નહીં. રાગસે તો નુકસાન હોતા હૈ. આહાહાહાહા ! સમજમેં આયા?
પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમેં તો ત્યાં લગ કહા. કે તીર્થંકર ગોત્ર બાંધે જે ભાવે ઔર આહા૨ક શરીર જે ભાવે બાંધે એ ભાવ અપરાધ હૈ. આહાહાહાહા ! એ આત્મા નહીં. આહાહાહા ! એ આત્મા પ્રભુ અંદર શુદ્ધ ચૈતન્યઘન હૈ ને, આહા ! ઉસમેં સાવધાન હો જા. અને એ સ્વદ્રવ્ય મે૨ા હૈ ઐસા અનુભવ કર. રાગકો છોડ દે. આહા... આવી વાત છે. ( શ્રોતાઃ- સમકિત પ્રાપ્તિનો ઉપાય છે ) હા. આ ઉપાય આ. બાકી ઈ બધું બીજુ કરવાનું કહે છે. સમકિત ઉત્પત્તિના કારણ, વ્યવહા૨ નાખશે. પંચમ આરાના છેડા સુધી સાધુ–બાપુ સાધુ પણ કયા સાધુ બાપુ ગમ્ય ક્ષેત્રમેં તો દિખતે નહીં. મોક્ષમાર્ગ પ્રકાશકમેં લિખતે હૈ. અરે પ્રભુ શેની તકરાર કરે છે ભાઈ ! હજી તો સમ્યગ્દર્શનકા ઠેકાણાં નહીં. આહાહા ! સાધુપણા બાપુ, પ્રભુ તેરા હિતની વાત હૈ નાથ અહિતના પંથે તું હિત માન લેગા, દુઃખ હોગા ભાઈ. આહાહા ! એને અપમાન લાગે કે અમે આવું કરીએ ને મુનિપણું નહિ? બાપુ તને દુઃખ શેનું ? એ રાગની ક્રિયા એ દુઃખરૂપ હૈ એનાથી આત્માનો આનંદ પ્રાપ્ત થાય એમ બને નહીં તીન કાળમેં. આહાહાહા... ઈસ પ્રકાર યહ દ્રવ્ય મેરા હૈ, રાગેય નહીં, દયા દાન વ્રત વિકલ્પ એ મેં નહીં. આહાહાહાહા ! એ સ્ત્રી કુટુંબ પરિવાર તો કોઈ મેરા હૈ નહીં. હૈ ! એ તો ૫૨ચીજ હૈ એના કારણે આઈ હૈ ને ટકી રહી હૈ પણ મેરેમેં મેરા અપરાધસે