________________
૩૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વીતરાગ વીતરાગ, ત્રણ લોકનો નાથ સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ આ આત્મા હોં, આ સર્વજ્ઞ સ્વરૂપી પરમાત્મા જ્ઞાનસ્વરૂપી કહ્યું ને? એ જ્ઞાન સ્વભાવ એને કહ્યું ને? એ સર્વજ્ઞ સ્વભાવ એમ, આહાહા ! વો તરફથી એકાગ્રતા એક ક્ષણ પણ, સમય માત્ર પણ કભી કિયા નહીં, અને એક સમય માત્ર પણ સેવા કરે તો જન્મ મરણના અંત આ જાએ ઉસકા. આહાહાહા ! ભવના અંત ત્યાં હૈ, સુખના પંથ તહાં હૈ, ભવના અંત તહાં હૈ. આહાહા ! આકરું પડે લોકોને એવું સોનગઢને નામે અરેરે આ કોણ કહેતે હૈ? આ શાસ્ત્ર કહેતે હૈ કે નહીં? આહાહાહા !
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
* સર્વ જીવો સાધર્મી છે. કોઈ વિરોધી નથી. સર્વ જીવો પૂર્ણાનંદને પ્રાપ્ત થાવ! કોઈ જીવો અપૂર્ણ ન રહો, કોઈ જીવો અલ્પજ્ઞ ન રહો, કોઈ જીવો વિરોધી ન રહો, કોઈ જીવો વિપરીત દેષ્ટિવંત ન રહો. બધા જીવો સત્યના માર્ગે આવી જાવ ને સુખી થાવ! કોઈ જીવમાં વિષમતા ન રહો. બધા જીવો પૂર્ણાનંદરૂપ પ્રભુ થઈ જાવ. સમયસાર ગાથા-૩૮ના શ્લોકમાં અમૃતચંદ્રાચાર્ય કહે છે કે સર્વ જીવો આત્મામાં મગ્ન થાવ! આહાહા! જુઓ જ્ઞાનીની ભાવના! પોતે પૂર્ણાનંદ સ્વરૂપ આત્મામાં મગ્ન થાય છે એટલે સર્વ જીવો પણ પૂર્ણાનંદ સ્વરૂપમાં મગ્ન થઈ સુખાનુભવ કરો એમ કહે છે.
(દૃષ્ટિનાં નિધાન - ૩૪૪)