________________
ગાથા – ૧૭-૧૮
૨૯૯ કિયા અરે શાસ્ત્રના જ્ઞાન છે ત્યાં રુક ગયા, મેરી પર્યાયમેં બહોત શાસ્ત્રકા જ્ઞાન હુઆ. આહાહાહાહા... ભાઈ ! એ શાસ્ત્રજ્ઞાન એ કાંઇ તારી ચીજ નહીં, પણ ઉસમેં રુકનેસે આહાહાહા... એ બંધ ભાવ હૈ. આહાહા... જ્ઞાનકો ત્યાં રુકનેસે જ્ઞાનમાં ભગવાન જાનનમેં આતા હૈ. સો તો ઉસકો જાનતે નહીં મૂંઢ. આહાહાહા !
અજ્ઞાનીજનકો યહ અનુભૂતિ હૈ વહી મેં હું, જાનનેવાલી ચીજ યે મેં હૈં ઐસા આત્મજ્ઞાન ઉદિત નહીં હોતા. ઉસકો ઐસા આત્મજ્ઞાન પ્રગટ નહીં હોતા, રાગકા જ્ઞાન પ્રગટ હોતા હૈ. આહાહાહાહા ! આવી ગંભીર વાતું. સાધારણ સમાજને એમ કહે પણ સમાજ પાસે સત્ય હોય એ સમાજની પાસે મૂકના કે અસત્ જ મુકના? અને સમાજ આત્મા હૈ કે નહીં પ્રભુ? અરે ! આહાહા, ભગવાન આત્મા હે ભાઈ, ઐસા ભગવાન આત્મા પર્યાયમેં જાનનમેં આતા હોને પર ભી, પર્યાયમેં રાગમેં રુકનેસે, આહાહા... એ જાનનમેં આતા હૈ, ઉસકો જાના નહીં મૂંઢ. આહાહાહા... ઐસા આત્મજ્ઞાન ઉદિત નહીં હોતા. રાગકા જ્ઞાન હુઆ ઉસકો તો, આહાહાહા..
ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ એકિલા જાનનેવાલા એ આંહી ઉસકા જ્ઞાન નહીં હુઆ, જિસમેં એ ચીજ નહીં ઐસા રાગકા જ્ઞાન હુઆ. આહાહા! આત્મજ્ઞાન ઉદિત ન હુઆ. આહાહાહા.. ભગવાન ! ઔર ઉસકે અભાવસે અજ્ઞાનકો શ્રદ્ધાન ગધેકે સીંગકે શ્રદ્ધાન સમાન હૈ. અજ્ઞાન જે ચીજ જાનનેમેં ન આઇ ઉસકી શ્રદ્ધા કયા? આહાહાહા ! વિશેષ કહેગા.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નબર ૮૦ ગાથા - ૧૭-૧૮ શ્લોક - ૨૦
તા. ૦૮-૦૯-૭૮ શુક્રવાર, ભાદરવા સુદ-૬ સં. ૨૫૦૪ માર્દવ ધર્મ.
उत्तमणाणपहाणो उत्तमतवयरणकरणसीलो वि ।
अप्पाणं जो हीलदि मद्दवरयणं भवे तस्स ।। ३९५ ।। આહાહા ! આ દસ પ્રકારના ધર્મ, ચારિત્ર ધર્મના પેટાભેદે હૈ ચારિત્ર એ મોક્ષકા સાક્ષાત્ કારણ હૈ સમ્યગ્દર્શન ને જ્ઞાન જિસકો ચારિત્રકા કારણ હૈ ને ચારિત્ર મોક્ષકા કારણ હૈ. એ ચારિત્રમેં આ દસ ભેદ હૈ. ઇસમેં ઉત્તમ માર્દવ-નરમાશ, નરમાશ, નરમાશ. ઉત્તમ જ્ઞાન હો જાનનેકા પંડિત હો ઔર જ્ઞાન તપસ્યામેં મહા પ્રધાન તપસ્યા કરતા હો, છ- છ– મહિનાના અપવાસ આદિ, છતાં અપ્રાણ હિલદી. આહાહાહા! આ આત્માકો અનાદર કરતે હૈ. આહાહાહા ! અરે તેરી પર્યાય કહાં ઔર સર્વજ્ઞકી પર્યાય કહો. આહાહાહા ! સમજમેં આયા? મુનિ હૈ, તીન કષાયકા અભાવ હૈ, ચારિત્ર હૈ, નિર્માનતા ઈતની પ્રગટ હુઈ હૈ કે જિસમેં આગળ કેવળજ્ઞાનકી પર્યાય દેખનેંસે, મૈ તો તરણતુલ્ય હું. આહાહા! અહીંયા તો થોડા ઘણાં જાણપણા હોય ત્યાં જાણે અમે બહોત કર દિયા ને જાણ્યા ને, આહા... અરેરે આંહી તો ઉત્તમ જ્ઞાન હો શાસ્ત્રકા મહા શાસ્ત્રોકા જાનનેવાલા પંડિત હો, જ્ઞાન મદ નહિ કરે. આહાહા ! તેમ પુત્ર કલત્ર આદિમેં સમકિતી હો એ ભી ઉસમેં મેરા હૈ ઐસા અભિમાન ન કરે. આહાહા! સમદષ્ટિ હૈ (ઉસકો) પુત્ર કલત્ર