________________
ગાથા – ૧૭–૧૮
૨૮૩ પ્રથમ જાનના. આહા ! સ્વસંવેદન નિર્વિકલ્પ જ્ઞાનસે પ્રથમ જાનના. આહાહા ! સમજમેં આયા? પ્રથમ જાનનાકા અર્થ આ, સ્વસંવેદન જ્ઞાન અપના અપનેસે અનુભવમેં આનેવાલા જ્ઞાન ઐસા સ્વસંવેદન, અપના વેદન, આનંદકા વેદન, જ્ઞાનકા વેદન, ઐસા સ્વસંવેદન જ્ઞાનસે જાનના આત્માકો સ્વસંવેદન જ્ઞાનસે જાનના.મોક્ષાર્થીકો, આહાહા... પરમાનંદકી પ્રાસિકા મોક્ષકા અર્થી (જો) હૈ, જિસકો ઉસકા મોક્ષ કરના હૈ, ઉસકો પહેલે (આત્માકો) જાનના. આહાહાહા! સમજમેં આયા?
ભગવાન આત્મા પરિપૂર્ણ આનંદ આદિ સંપદાસે જીવરાજ ભર્યા હૈ. જેમ વો રાજા છત્ર, ચામર આદિ ચિહ્નોસે દિખતે હૈં એમ ભગવાન આત્મા અપરિમિત જ્ઞાન ને અપરિમિત આનંદ અપરિમિત શાંતિ આદિ સ્વભાવસે શોભતે હૈ. ઐસા રાજા નામ શોભતે, રાજ્યતે શોભતે ઈતિ રાજા. આહાહાહા ! એ રાગથી શોભે છે ને નિમિત્તથી શોભે ઐસા નહીં. આહાહાહા ! આવો મારગ છે. ઉસીકો આત્માકો પહેલે આત્માકો જાનના ચાહિએ. પહેલે આત્માકો જાનના ચાહિએ. આહાહાહા !
પણ પાધરા, સીધા કોઈ કારણ ફારણ કે નહીં? કે ગુરુકી સેવા કરના, અરે ગુરુ તો અપના આત્મા હી ગુરુ હૈ, ઔર નિર્મળ પર્યાય ઉસકી શિષ્ય છે. આહાહાહા ! બહુ વાતું આકરી ! જગતને અંદર ભગવાન પરમાત્મ સ્વરૂપ બિરાજમાન ઉસકો પ્રથમમાં પ્રથમ જાનના. મોક્ષાર્થીકો પહેલામાં પહેલા પ્રયોજન આ હૈ. આહાહા! શાસ્ત્ર જાનના ને ગુરુ પાસે પહેલા સૂનના ને એ બાત પહેલે લિયા હી નહીં. આહાહાહા ! એવી વાત છે.
જેમ ધનનો અર્થી, પ્રથમ જ રાજાને જાણે એમ મોક્ષાર્થી, આહાહા... પરમ અતીન્દ્રિયનો પૂર્ણ લાભ એનું નામ મોક્ષ. પૂર્ણ અતીન્દ્રિય આનંદના લાભ એ આત્મલાભ એ મોક્ષ. આહા ! એવા આત્મલાભના મોક્ષાર્થીએ પ્રથમમાં પ્રથમ આત્માને સ્વસંવેદન જ્ઞાનથી, આહાહાહા... નિર્વિકલ્પ જ્ઞાનથી જાનના એમ કહી. આકરી વાત છે બાપુ! આહાહા !
પુરુષોકો, પુરુષ શબ્દ આત્મા. પહેલે તો આત્માકો જાનના ચાહિએ. પુરુષ શબ્દ ચેતના – ચેતનામાં જે એકાકાર હું એ પુરુષ, “પુરુષાર્થ સિદ્ધિ ઉપાય” એમાં હું ને પુરુષ – ચેતનામાં એકાકાર હૈ એ પુરુષ. ચેતનામાં એકાકાર હું એ પુરુષ. ઐસા પુરુષ જો આત્મા. આહાહાહા... એકદમ પ્રથમમાં પ્રથમ કર્તવ્ય હોય તો, મોક્ષાર્થીકો સ્વસંવેદનસે આત્માકો જાનના. આહાહાહા ! સમજમેં આયા?
આત્માકો લક્ષમેં લેકર પર્યાયમેં સ્વ અપના વેદન પ્રત્યક્ષ, સંવેદન સ્વ અપના સમ પ્રત્યક્ષ રાગકી અને નિમિત્તકી અપેક્ષા બિના અને વ્યવહાર રત્નત્રયકી ભી અપેક્ષા બિના, અહીંયા તો દર્શન જ્ઞાન ચારિત્ર એ વ્યવહાર કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? કયા? અપના જ્ઞાન ને અપની શ્રદ્ધા ને અપના ચારિત્ર અનુચરણ એ ભેદ રત્નત્રય હૈ. સમજમેં આયા? આહાહાહા ! તો જિસકો અપના આનંદકા પૂર્ણ લાભ ઐસા મોક્ષ (ક) જિસકો ચાહના હૈ, ઈસકો ભગવાન આત્મા, આહાહાહા.. પહેલેમેં પહેલે જાનના ચાહિએ એમ કહેતે હૈ. આહાહા! સમજમેં આયા?
અહીંયા પહેલાં નવ તત્ત્વના નિર્ણય કરના કે નય નિક્ષેપ પ્રમાણસે, તેરમી ગાથામેં આયા