SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ १४८ સમયસાર સિદ્ધિ ભાગ-૨ કહ્યો છે અને શુદ્ધ નિશ્ચયનયને સત્યાર્થ કહી તેનું આલંબન દીધું છે. વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું પણ આલંબન રહેતું નથી. આ કથનથી એમ ન સમજી લેવું કે શુદ્ધનયને સત્યાર્થ કહ્યો તેથી અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ જ છે. એમ માનવાથી વેદાંતમતવાળા જેઓ સંસારને સર્વથા અવડુ માને છે તેમનો સર્વથા એકાંત પક્ષ આવી જશે અને તેથી મિથ્યાત્વ આવી જશે, એ રીતે એ શુદ્ધનયનું આલંબન પણ વેદાન્તીઓની જેમ મિથ્યાદેષ્ટિપણું લાવશે. માટે સર્વનયોના કથંચિત્ રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી જ સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. આ રીતે સ્યાદ્વાદને સમજી જિનમતનું સેવન કરવું, મુખ્યગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવો. આ ગાથાસૂત્રનું વ્યાખ્યાન કરતાં ટીકાકાર આચાર્યું પણ કહ્યું છે કે આત્મા વ્યવહારનયની દૃષ્ટિમાં જે બદ્ધષ્ટ આદિ રૂપે દેખાય છે તે એ દૃષ્ટિમાં તો સત્યાર્થ જ છે પરંતુ શુદ્ધનયની દૃષ્ટિમાં બદ્ધપૃષ્ટાદિપણું અસત્યાર્થ છે. આ કથનમાં ટીકાકાર આચાર્યો સ્યાદ્વાદ બતાવ્યો છે એમ જાણવું. વળી, અહીં એમ જાણવું કે આ નય છે તે શ્રુતજ્ઞાન-પ્રમાણનો અંશ છે; શ્રુતજ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે; તેથી આ નય પણ પરોક્ષ જ જણાવે છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષયભૂત, બદ્ધસ્પષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત આત્મા ચૈતન્યશક્તિમાત્ર છે. તે શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ. વળી તેની વ્યક્તિ કર્મસંયોગથી મતિ-શ્રુતાદિ જ્ઞાનરૂપ છે તે કથંચિત્ અનુભવગોચર હોવાથી પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે, અને સંપૂર્ણજ્ઞાન જે કેવળજ્ઞાન તે જોકે છદ્મસ્થને પ્રત્યક્ષ નથી તોપણ આ શુદ્ધનય આત્માના કેવળજ્ઞાનરૂપને પરોક્ષ જણાવે છે. જ્યાં સુધી આ નયને જીવ જાણે નહિ ત્યાં સુધી આત્માના પૂર્ણ રૂપનું જ્ઞાનશ્રદ્ધાન થતું નથી. તેથી શ્રી ગુરુએ આ શુદ્ધનયને પ્રગટ કરી ઉપદેશ કર્યો કે બદ્ધસ્પષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત પૂર્ણજ્ઞાનઘનસ્વભાવ આત્માને જાણી શ્રદ્ધાન કરવું, પર્યાયબુદ્ધિ ન રહેવું. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે-એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના દેખે શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન છે. તેનો ઉત્તર-દેખેલાનું જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જિનમતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ-બન્ને પ્રમાણ માનવામાં આવ્યાં છે. તેમાં આગમપ્રમાણ પરોક્ષ છે. તેનો ભેદ શુદ્ધનય છે. આ શુદ્ધનયની દૃષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું, કેવળ વ્યવહાર-પ્રત્યક્ષનો જ એકાંત ન કરવો. (ગાથા ૧૪ નું પ્રવચન ) जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णयं णियदं। अविसेसमसंजुत्तं तं सुद्धणयं वियाणीहि।।१४।। અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને, અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે.૧૪ ટીકાઃ નિશ્ચયસે ભગવાન આત્મા દ્રવ્યસ્વરૂપ ઇસકો શુદ્ધનય ભી કહીએ અને દ્રવ્ય સ્વરૂપ
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy