________________
શ્રી સદગુરુદેવ-સ્તુતિ)
(હરિગીત) સંસાર સાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુકહાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના.
(શિખરિણી) સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞાતિમાં હી દરવ-ગુણ-પર્યાય વિલાસે; નિ જા લે બીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિઠ્ઠન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત). હૈયું “સત્ સત્ જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; - રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંત તિલકા). નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું, હે જ્ઞાનપોષક સુધે ધ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્ત્રગ્ધરા) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુના નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું-મનરથ મનનો; પૂરજો શક્તિશાળી ! --------------------