________________
શ્રી સમયસા૨જી-સ્તુતિ
(હરિગીત )
સંસારી જીવનાં ભાવમ૨ણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હ્રદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રામૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટુપ )
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
(શિખરિણી )
અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃત૨સ અંજલિ ભરી ભરી; અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
(શાર્દૂલવિક્રિડિત )
તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રશાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવી૨નો, વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
સુણ્યે તને જાણ્યે તને
તું રુચતાં
(વસંતતિલકા )
રસનિબંધ શિથિલ થાય,
હૃદય જ્ઞાની તણાં જગતની રુચિ આળસે
સકલજ્ઞાયકદેવ
રીઝતાં
જણાય;
સૌ,
રીઝે.
(અનુષ્ટુપ )
બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.