SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨ સમયસાર સિદ્ધિ ભાગ-૨ પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે, તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે (કારણ કે શેય અને વચનના ભેદોથી પ્રમાણાદિ અનેક ભેદરૂપ થાય છે). તેમાં પહેલાં, પ્રમાણ બે પ્રકારે છે-પરોક્ષ અને પ્રત્યક્ષ. *ઉપાત્ત અને અનુપાત્ત પર (પદાર્થો) દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. (પ્રમાણ જ્ઞાન છે. તે જ્ઞાન પાંચ પ્રકારનું છે-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય ને કેવળ. તેમાં મતિ ને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે, અવધિ ને મન:પર્યય એ બે વિકલ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકલ-પ્રત્યક્ષ છે. તેથી એ બે પ્રકારનાં પ્રમાણ છે.) તે બન્ને પ્રમાતા, પ્રમાણ, પ્રમેયના ભેદને અનુભવતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને જેમાં સર્વ ભેદો ગૌણ થઈ ગયા છે એવા એક જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. નય બે પ્રકારે છેદ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય છે અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિક નય છે. તે બંને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી (ભેદથી, દમથી) અનુભવ કરતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહિ આલિંગન કરાયેલા એવા શુદ્ધવસ્તુમાત્ર જીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. નિક્ષેપ ચાર પ્રકારે છે-નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ. વસ્તુમાં જે ગુણ ન હોય તે ગુણના નામથી (વ્યવહાર માટે) વસ્તુની સંજ્ઞા કરવી તે નામ નિક્ષેપ છે. “આ તે છે' એમ અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપવું(-પ્રતિમારૂપ સ્થાપન કરવું) તે સ્થાપના નિક્ષેપ છે. વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે. વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે ભાવ નિક્ષેપ છે. એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણભેદથી (વિલક્ષણરૂપે-જુદા જુદા રૂપે ) અનુભવ કરવામાં આવતાં તેઓ ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને ભિન્ન લક્ષણથી રહિત એક પોતાના ચૈતન્યલક્ષણરૂપ જીવ-સ્વભાવનો અનુભવ કરતાં એ ચારેય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આ રીતે આ પ્રમાણ-નયનિક્ષેપોમાં ભૂતાર્થપણે એક જીવ જ પ્રકાશમાન છે. ભાવાર્થ - આ પ્રમાણ, નય, નિક્ષેપોનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણવું; તેમનાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ જ છે કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે. તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્યય થઈ જાય છે. અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીતિ છે: પહેલી અવસ્થામાં પ્રમાણાદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાન-શ્રદ્ધાનની સિદ્ધિ કરવી; જ્ઞાનશ્રદ્ધાન સિદ્ધ થયા પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણાદિની કાંઈ જરૂર નથી. પણ હવે એ બીજી ૧. ઉપાત્ત = મેળવેલા. (ઇન્દ્રિય, મન વગેરે ઉપાત્ત પર પદાર્થો છે.). ૨. અનુપાત્ત = અણમેળવેલા. (પ્રકાશ, ઉપદેશ વગેરે અનુપાત્ત પર પદાર્થો છે.)
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy