________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્પણ
જેમનો આ પામર પર અકથ્ય અનંત અનંત ઉપકાર વર્તે છે, જેમની પાવન છત્રછાયામાં રહીને સમયસાર-કલશનું આ ગુજરાતી અનુવાદ તૈયાર થયો છે, જેઓ સમયસાર કલશમાં ભરેલા પરમ કલ્યાણકારી આધ્યાત્મિક
ભાવોને ખોલીને સદુપદેશ દ્વારા વીતરાગ જૈનધર્મની મહાન પ્રભાવના કરી રહ્યા છે અને સમયસાર-કલશમાં ઠેકઠેકાણે ગાયેલી આત્માનુભૂતિથી વિભૂષિત સહજ જેમનું જીવન છે, તે પરમ પૂજ્ય પરમ કૃપાળુ
સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પવિત્ર કરકમળમાં આ અનુવાદપુષ્પ
અત્યંત ભક્તિભાવે સમર્પણ કરું છું.
-અનુવાદક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com