________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
સમયસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
(માલિની) कथमपि हि लभन्ते भेदविज्ञानमूलामचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा। प्रतिफलननिमग्नानन्तभावस्वभावैMकुरवदविकाराः सन्ततं स्युस्त एव।। २१ ।।
ननु कथमयमप्रतिबुद्धो लक्ष्येत
ભાવાર્થ:- જેમ સ્પર્ધાદિમાં પુદ્ગલનો અને પુદ્ગલમાં સ્પર્ધાદિનો અનુભવ થાય છે અર્થાત બન્ને એકરૂપ અનુભવાય છે, તેમ જ્યાં સુધી આત્માને, કર્મ-નોકર્મમાં આત્માની અને આત્મામાં કર્મ-નોકર્મની ભ્રાંતિ થાય છે અર્થાત્ બન્ને એકરૂપ ભાસે છે, ત્યાં સુધી તો તે અપ્રતિબદ્ધ છે; અને જ્યારે તે એમ જાણે કે આત્મા તો જ્ઞાતા જ છે અને કર્મ-નોકર્મ પુદગલનાં જ છે ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે “જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી પેઠી, અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે”; તે પ્રમાણે “કર્મ-નોકર્મ પોતાના આત્મામાં નથી પેઠાં; આત્માની જ્ઞાન-સ્વચ્છતા એવી જ છે કે જેમાં જ્ઞયનું પ્રતિબિંબ દેખાય; એ રીતે કર્મ-નોકર્મ ય છે તે પ્રતિભાસે છે.”—એવો ભેદજ્ઞાનરૂપ અનુભવ આત્માને કાં તો સ્વયમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે.
હવે, આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્ધઃ- [૨] જે પુરુષો [ સ્વત: વી કન્યત: વા] પોતાથી જ અથવા પરના ઉપદેશથી [થમ પિ દિ] કોઈ પણ પ્રકારે [વિજ્ઞાનમૂની] ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે એવી [અતિતન્] અવિચળ (નિશ્ચળ) [ અનુભૂતિન્] પોતાના આત્માની અનુભૂતિને [તમન્ત] પામે છે, [તે વ] તે જ પુરુષો [મુથુરવત્] દર્પણની જેમ [ પ્રતિ –નિમ–અનન્ત–માવ–સ્વભાવૈ.] પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી [ સત્તi] નિરંતર [ વિIST] વિકારરહિત []] હોય છે, - જ્ઞાનમાં જે યોના આકાર પ્રતિભાસે છે તેમનાથી રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. ૨૧.
હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે એ અપ્રતિબદ્ધ કઈ રીતે ઓળખી શકાય એનું ચિહ્ન બતાવો; તેના ઉત્તરરૂપ ગાથા કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com